જામનગરના નવગામ ઘેડ વિસ્તારમાં મધરાતના સુમારે યુવકને ગાળો ભાંડી છરી અને લાકડાના ઘોકા વડે હુમલો કરી ઇજાઓ પહોચાડયાની ફરીયાદ ત્રણ શખસો સામે નોંધાઇ છે.ઇજાગ્રસ્ત યુવાનને થોડા દિવસ પુર્વે આરોપી સાથે થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખી ત્રણેયએ એકસંપ થઇ આ હુમલો કર્યાનુ જાહેર થયુ છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના નવાગામ ઘેડમાં ગાયત્રી ચોક પાસે જશવંત સોસાયટીમાં રહેતા લક્ષ્મણભાઇ ઉર્ફે લખન રામભાઇ ચાવડા નામના યુવાને પોતાના પર છરી અને લાકડાના ઘોકા વડે હુમલો કરી ઢીંકાપાટુનો માર મારી ઇજાઓ પહોચાડયાની ફરીયાદ સીટી બી પોલીસમાં અભિરાજસિંહ સજુભા જાડેજા, ધમભા જાડેજા ઉર્ફે ડાઢી અને સંજય કોળી ઉર્ફે ડટી સામે નોંધાવી છે.
ઇજાગ્રસ્ત યુવાનને થોડા દિવસ અગાઉ આરોપી ધમભા જાડેજા સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી મધરાતના સુમારે ભોગ બનનાર યુવાન સ્કુટર ઉભુ રાખી મસાલો(માવો)ખાવા માટે ઉભા હતા ત્યાર઼ ત્યાં ધસી આવેલા આરોપી અભિરાજસિંહે ઘોકા અને ધમભાએ છરી તેમજ અન્ય આરોપીએ ઢીંકાપાટુનો માર માર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.