ફરિયાદ:જામનગરમાં લાલબંગલા સર્કલ પાસે યુવાન પર હુમલો કરાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કમરે બાંધેલા પટા વડે યુવાનને આડેધડ ફટકાર્યો

જામનગરમાં લાલબંગલા સર્કલ પાસે 5 દિવસ પૂર્વે મોડી રાત્રે બે મિત્રો ઉભા હતા ત્યારે આવી ચડેલ શખસને જોઈને એક મિત્ર ચાલ્યો ગયો હતો. મિત્ર ચાલ્યો જતા આરોપીએ બાકી રહેલ યુવાન સાથે બોલાચાલી કરી માર માર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. જામનગરમાં ગત તા.14મીની રાત્રે સાડા અગ્યારેક વાગ્યે લાલ બંગ્લા સર્કલ,મહાવીર લસ્સીવાળી શેરીમાં સીદીકભાઇ હાજીભાઇ અખાણી તેના મિત્ર યુનુસ સાથે ઉભો હતો ત્યારે છત્રપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર રહે. રાંદલનગર,રાજ શક્તિ પાનની સામેની ગલીમાં,જામનગર વાળો શખસ ત્યાં આવ્યો હતો.

આ સમયે જ યુવાનનો મિત્ર યુનુસ કામ સબબ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ત્યાં આવેલ છત્રપાલે યુવાન સીદીક સાથે કોઇપણ કારણસર બોલાચાલી કરી ઝગડો કરી, ગાળા ગાળી કરી, પોતાના ક્મરના ભાગે બાંધેલ પટો કાઢી શરીર પર આડેધડ માર મારી પટાનો એક ઘા કરી યુવાનના ડાબી આંખના ભાગે ઈજા પહોંચાડી હતી.આ ઉપરાંત મુઢ ઇજા પહોચતા ઢીકાપાટુનો માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો, આ બનાવ અંગે આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...