હુમલો:બેરાજા ગામે 3 શખસોનો યુવાન પર હુમલો

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપીની ભાણેજ સાથે યુવાનના ભાઈએ કરેલ પ્રેમલગ્નનો ખાર રાખી હુમલો કરાયો

કાલાવડ તાલુકા મથકથી 24 દુર આવેલ બેરાજા ગામે સરખા સીમ વીસ્તાર સોલાર પ્લાંટના ગેટ પાસે ગઈ કાલે પરબતભાઇ લાખાભાઇ વાઘેલા રે.બાંગા ગામ તા.કાલાવડ જી.જામનગર વાળા વૃદ્ધએ લાખાભાઇ આણંદભાઇ સોલંકી, કારાભાઇ આણંદભાઇ સોલંકી (રે.બંન્ને બેરાજા ગામ તા.કાલાવડ જિ.જામનગર) અને વાલાભાઇ કરશનભાઇ ભીત (રહે. સરાપાદર તા-કાલાવડ જિ. જામનગર) વાળા શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં વૃદ્ધનો દીકરો ભગવાનજીભાઈ બાઈક લઇ મંગળવારે તેઓની બેરાજા ગામે સરખા સીમ વીસ્તારમા આવેલ વાડીયે જતો હોય ત્યારે રસ્તામા સોલાર પ્લાંટના ગેટ પાસે આરોપીઓએ રોકી કહેલ કે મારી ભાણેજને તારા નાનાભાઇ પ્રવીણે ભગાડીને પ્રેમ લગ્ન કેમ કરેલ તેમ કહી જેનો ખાર રાખી, ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પગમા તથા હાથમા વારાફરતી માર મારી ડાબા પગમાં તથા જમણા હાથની આંગળીઓમા ફ્રેકચર કરી ઇજા પહોચાડી હતી. પોલીસે આ બનાવ અંગે પોલીસે ત્રણેય સામે ફરિયાદ નોંધી આગળની હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...