હુમલો:જોડિયાના વાવડી ગામે યુવાન પર ત્રણ શખસોનો હુમલો

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જોડિયા તાલુકાના વાવડી ગામે રહેતા અને ડ્રાઇવીંગ કરતા પ્રકાશભાઇ રામભાઇ બાલસરા (ઉ.વ.39) પર દિનેશભાઇ રામભાઇ બાલસરા, સંજય રામભાઇ બાલસરા, નીતુબેન સંજયભાઇ બાલસરાએ હુમલો કરી ગાળો ભાંડી હતી. આટલું જ નહીં મહિલા સહિત ત્રણેય શખસોએ ખેતરમાં પાછો આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પ્રકાશભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...