આદેશ:શહેરમાં ચેક રીટર્ન કેસમાં વેપારી યુવાનને 1 વર્ષની સજા

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંને કેસમાં ચેકની રકમનો દંડ ફટકારતી કોર્ટ

જામનગરમાં ચેક રીટર્ન કેસમાં અદાલતે વેપારી યુવાનને એક વર્ષની સજા ફટકારી છે. રૂ.12 લાખ ઉછીના લઇ પરત ચૂકવણી માટે બે ચેક આપ્યા હતાં. બંને કેસમાં ચેકની રકમનો દંડ અદાલતે ફટકાર્યો છે.શહેરમાં ચાવડા એન્ટરપ્રાઇઝથી ધંધો કરતા વિવેક પી. ચાવડાએ નાણાંકીય જરૂરિયાત ઉભી થતાં ગૌરવ ધીરેશભાઇ કનખરા પાસેથી રૂ.7 લાખ અને શૈલેષ ધરમશીભાઇ ડાભી પાસેથી રૂ.5 લાખ ઉછીના લીધા હતાં. આ રકમની પરત ચૂકવણી માટે વિવેકે બંને વ્યકિતને ચેક આપ્યા હતાં. પરંતુ બંને ચેક વિવકેના ખાતામાં અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યા હતાં.

આથી બંને આસામીએ અદાલતમાં વિવેક સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરિયાદ કરી હતી. જે ચાલી જતાં અદાલતે બંને કેસમાં વિવેકને તકસીરવાન ઠેરવી એક કેસમાં 6 મહિનાની અને બીજા કેસમાં 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. આ સાથે બંને કેસમાં ચેકની રકમનો દંડ ફટકારી તે રકમ ફરિયાદની વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...