નિર્ણય:પિરોટન જવા માટે હજુ 15 દિવસ સુધી મંજૂરી મળશે નહીં, પહેલા સંબંધિત વિભાગો ભેગા મળીને સર્વગ્રાહી નીતિ બનાવશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર નજીક આવેલા પિરોટન ટાપુ પર રાજ્ય સરકારે પ્રવાસની મંજૂરી આપ્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા તમામ સરકારી તંત્ર દ્વારા સંકલન કરીને એક સર્વગ્રાહી નીતિ બનાવવામાં આવશે જે બાદ જ પિરોટનનો પ્રવાસ શક્ય બનશે તેમ વનવિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવે પિરોટનનો પ્રવાસ આગામી 15 દિવસ સુધી શક્ય નથી તેવું જાણવા મળે છે. જામનગર નજીક આવેલા પિરોટન ટાપુ પર ત્રણ વર્ષથી પ્રતિબંધ હતો. આ વર્ષે અનેક રજૂઆતો બાદ રાજ્ય સરકાર દ્વારા ટાપુ પર જવા મંજૂરી આપવામાં આવી છે.

પરંતુ વન તંત્ર હજુ બીજા સરકારી તંત્ર, કલેક્ટર, મરીન પોલીસ, જીએમબી, કોસ્ટગાર્ડ વગેરે સાથે સંકલન કરીને એક સર્વગ્રાહી નીતિ બનાવી રહી છે જે પછી જ મંજૂરી આપવામાં આવશે તેમ વનવિભાગના મરીન વિભાગના ઉચ્ચ અધિકારી સીંથીલકુમારે જણાવ્યું હતું. હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ ચાલુ છે એટલે મિટીંગ કે નીતિ નક્કી થઈ શકે તેમ નથી એટલે ચૂંટણી બાદ જ પ્રક્રિયા હાથ ધરાશે જે પરથી એક વાત તો નક્કી છે કે, હજુ 15 દિવસ સુધી પિરોટન જવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...