તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:જામનગરમાં પહેલીવાર 10 અને 11મીએ યોગ ગરબા

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 સેશનમાં 800થી વધુ લોકો ભાગ લેશે

જામનગરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા તા. 10 અને 11 જુલાઈના કુંવરબાઈ જૈન ધર્મશાળામાં વિના મૂલ્યે યોગ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ શનિવારે સવારે 9 વાગ્યે થશે.

આ કાર્યક્રમમાં યોગ ગરબાની તાલીમ આપવામાં ખાસ સુરતથી તાલીમકાર અનિષ રંગરેજ આવશે. આ કાર્યકમમાં આશરે 800 લોકો જોડાશે. કોરોના કાળને ધ્યાનમાં રાખી અને સરકારની ગાઈડલાઈનને અનુસરીને યોગ ગરબા કુલ 8 સેસન રાખવામાં અવ્યા છે. જેમાં 1 સેસન દીઠ 100 લોકોને મુજરી આપવામાં આવશે. યોગ ગરબા જોડવામાં માટે આગાઉથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહશે.આ કાર્યક્રમમાં જુદા જુદા આસનો ગરબાના તાલે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...