નોધારાનો આધાર પ્રોજેકટ:યાત્રાધામ દ્વારકા હવે ભિક્ષુકમૂક્ત કરાશે આધારવિહોણા લોકોનું કાઉન્સેલિંગ થશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 200થી 400 વચ્ચે ભિક્ષૂકો હોવાનો પ્રાથમિક અંદાજ લગાવાયો
  • ખાસ પ્રોજેકટમાં જુદા-જુદા 35 લાભો આપવાનો નિર્ણય : ગાંધીનગરમાં ચાલી રહેલું આયોજન

રાજયના સુપ્રસિધ્ધ યાત્રાધામો ખાતે દિન પ્રતિદિન વધતી જતી ભિક્ષુક વૃતિને ડામવા માટે રાજય સરકારે નવી વ્યવસ્થા આરંભી છે.જેમાં તમામ યાત્રાધામોને ઘીરે ઘીરે ભિક્ષુકમુકત કરી તે લોકોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારી સ્તરે પ્રયાસો હાથ ધરાશે.જે સંદર્ભે આઠ યાત્રાધામમાં રસ્તે રઝળતા લોકો,ભિક્ષુકોનો સર્વે હાથ ધરવામાં આવશે. જેમાં યાત્રાધામ દ્વારકાનો પણ સમાવેશ હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે. ભગવાન દ્રારકાધીશજીની નગરીમાં જ એક અંદાજ મુજબ 200થી 400 જેટલા આવા ભિક્ષુકો હોવાનો પ્રાથમિક અંદાજ છે. જયારે આવા તમામને જુદી જુદી સરકારી સહાયથી જોડી સંસ્થાઓની મદદ વડે આત્મનિર્ભર બને એ માટે પ્રયાસો શરૂ કરી દેવાયા છે.

રાજય સરકારે પાયલોટ પ્રોજેકટ તરીકે રાજપીપળાની પસંદગી કરી ભિક્ષુકવૃતિ સાથે સકંળાયેલા લોકોને રેનબસેરામાં ખસેડવામાં આવ્યા હતા.જયાં તેઓને આવડત અને ક્ષમતાના આધારે કામ પણ સોંપી યોગ્ય વળતર અપાશે. આ ખાસ પ્રોજેકટમાં લાભાર્થી લોકોને જુદા જુદા 35 લાભો આપવાનુ નકકી કરાયુ છે જે લાભ ત્રણ ભાગમાં જે તે સંબંધિતોને આપવામાં આવશે.જેમાં પ્રારંભે સર્વે સહિતની પ્રક્રિયા હાથ ધરાશે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરી આધાર વગરના આવા ભિક્ષાવૃતિ સાથે સંકળાયેલા લોકોની સર્વે સહિતની પ્રક્રિયા હાલ વેગવંતી હોવાનુ પણ સુત્રોએ જણાવ્યુ છે. જોકે,ઉકત પ્રોજેકટ કપરા ચડાણ સમો હોવાનુ માનવામાં આવી રહયુ છે.

આત્મનિર્ભરતા ભણી પ્રથમ ડગલુ ભરવાનો પ્રયાસ
યાત્રાધામના મંદિર પરીસર પાસે અમુક યાત્રિકો જુતાઘરના બદલે બહાર જ પગરખા ઉતારી દેતા હોય છે જેને પગલે કયારેક ચોરાય કે બદલાય જવાનો ડર રહે છે. જે વચ્ચે અમુક ભિક્ષાવૃતિ સાથે સંકળાયેલા લોકો દ્વારા આવા યાત્રિકોના પગરખા એક થેલીમાં રાખી સાચવવામાં આવે છે જેના બદલામાં યાત્રીક તેને ખુશીભેટ સાથે રૂા. દશ કે તેથી રકમ બક્ષિસ તરીકે આપતા હોવાનુ સ્થાનિક સુત્રો જણાવી રહયા છે.

યાત્રાધામમાં સ્થાનિક કક્ષાએ અત્યારે સર્વેની પ્રક્રીયા શરૂ
નોધારાનો આધાર પ્રોજેકટ હેઠળ આધાર વગરના આવા લોકોને જુદી જુદી સરકારી સહાયથી જોડીને ભિક્ષાવૃતિ જેવી પ્રવૃતિથી મુકત કરવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવશે. જેમાં સામાજિક સંસ્થાઓનો પણ સહયોગ લેવાશે. હાલ સર્વે સહિતની જરૂરી પ્રક્રિયાઓ સ્થાનિક કક્ષાએ ચાલી રહી છે. - મુકેશ પંડ્યા, કલેકટર,દેવભૂમિ દ્વારકા.

આત્મનિર્ભરતા ભણી પ્રથમ ડગલુ ભરવાનો પ્રયાસ
યાત્રાધામના મંદિર પરીસર પાસે અમુક યાત્રિકો જુતાઘરના બદલે બહાર જ પગરખા ઉતારી દેતા હોય છે જેને પગલે કયારેક ચોરાય કે બદલાય જવાનો ડર રહે છે. જે વચ્ચે અમુક ભિક્ષાવૃતિ સાથે સંકળાયેલા લોકો દ્વારા આવા યાત્રિકોના પગરખા એક થેલીમાં રાખી સાચવવામાં આવે છે જેના બદલામાં યાત્રીક તેને ખુશીભેટ સાથે રૂા. દશ કે તેથી રકમ બક્ષિસ તરીકે આપતા હોવાનુ સ્થાનિક સુત્રો જણાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...