તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓછી આવક:યાર્ડમાં કપાસના રૂ.1132, મગફળીના રૂ.1370 ઉપજ્યા, મંગળવાર સુધી મગફળીની આવક પર બ્રેક

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર માર્કેટ યાર્ડમાં કપાસના રૂ.850-1132 અને મગફળીના રૂ.800-1370 ઉપજયા હતાં. કપાસની 2530 ભારી અને મગફળીની 4300 ગુણીનું વેંચાણ થયું છે. જો કે, મંગળવાર સુધી નવી મગફળીની આવક પુન: શરૂ નહીં થાય. એરંડા, લસણ, જીરૂની નોંધપાત્ર આવક થઇ હતી. જામનગર માર્કેટીંગ યાર્ડમાં એક દિવસમાં મગફળીની 35000 ગુણીની આવક થતાં ગત મંગળવારથી નવી આવક બંધ છે. ત્યારે હજુ આવેલા મગફળીના જથ્થાનું વેંચાણ ન થતાં આગામી મંગળવાર સુધી નવી આવક શરૂ થશે નહીં. બીજી બાજુ શનિવારે યાર્ડમાં હરાજીમાં 20 કીલો કપાસના રૂ.850 થી 1132 અને મગફળીના રૂ.800 થી 1370 ખેડૂતોને ઉપજયા હતાં. જેના કારણે કપાસની 2530 ભારી અને મગફળીની 4300 ગુણીનું વેંચાણ થયું હતું.

જયારે 487 ખેડૂત આવતા જુદી-જુદી જણસોની 10722 આવક થઇ હતી. જેમાં ઘઉંની 1840, અડદની 704, ચણાની 928, એરંડાની 2643, તલની 1159, લસણની 1290, જીરૂની 1674 મણની આવકનો સમાવેશ થાય છે. હરરાજીમાં અજમાના પણ સારા ભાવ ખેડૂતાેને મળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો