ધાર્મિક કાર્યક્રમ:શંખાણી મહેતા પરિવારના કુળદેવી મંદિરે 7મીએ યજ્ઞ

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોજન વ્યવસ્થા માટે નામ, ગામ અને સંખ્યા લખી જણાવવા અનુરોધ કરાયો

અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે બિરાજતા સમસ્ત શંખાણી મહેતા પરિવારના કુળદેવી ફુલેશ્વરી માતાજી અને સુરધનબાપાના ચરણમાં પ્રતિ વર્ષના સંકલ્પ મુજબ હોમાત્મક ચંડીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત શંખાણી મહેતા પરિવાર દ્વારા આગામી તા. 7 નવેમ્બર - રવિવારના રોજ સવારે આઠથી 1 દરમિયાન આ હોમાત્મક ચંડીયજ્ઞ યોજાશે અને બપોરના 1:30 કલાકે નૈવેદ્ય પ્રસાદનું આયોજન કરાયું છે. યજમાનપદે સ્વ. શારદાબેન બાલાશંકર મહેતા પરિવાર અરૂણભાઈ મહેતા, મહેશભાઈ મહેતા, દિલીપભાઈ મહેતા અને હર્ષદભાઈ મહેતા રહેશે.

કાર્યક્રમમાં સહભાગી થવા માટે શ્રી ફુલેશ્વરી માતાજી ટ્રસ્ટ-મોટા આંકડિયા દ્વારા શંખાણી મહેતા પરિવારને અનુરોધ કરાયો છે. ભોજન વ્યવસ્થાના આયોજન માટે કેટલી સંખ્યામાં આવશો તે નામ અને ગામ સાથે જણાવવા અનુરોધ કરાયો છે. આ અંગે જાણકારી માટે આર.પી. મહેતા 94267 82698, કિર્તીભાઈ મહેતા - 98242 39402, વિજયભાઈ મહેતા - 94269 38376, પરેશભાઇ મહેતા - 99989 75011નો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...