ધનવંતરી પ્રાગટ્યદિન:ધનતેરસ નિમિતે ધનવંતરીની પૂજા અર્ચના કરવામા આવી, આયુર્વેદ દિવસની 'આયુર્વેદ દ્વારા પોષણ' સેમિનાર યોજાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રખર ભાગવત વક્તા પુ.રમેશભાઈ ઓઝાની હાજરીમાં ધનતેરસ નિમિતે ભગવાન ધનવંતરીની પૂજા અર્ચના કરવામા આવી

જામનગરના ધન્વન્તરી મંદિરમાં આજે ભગવાન ધન્વન્તરી પ્રાગટ્ય દિવસે વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન ધન્વન્તરીના પૂજન તેમજ યોજાયેલા સેમિનારમાં વિખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા ભાઈશ્રી ‘‘આયુર્વેદ દ્વારા પોષણ વિષય પર યોજાયેલા સેમિનારમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે તેમજ ડો.અનુપ ઠાકર, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવોએ ભગવાન ધનવંતરીનું પૂજન કર્યું હતું. ત્યારબાદ સેમિનારનો પ્રારંભ કરાયો હતો.

કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સંસ્થા જાહેર કરાયેલી આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન દ્વારા આયોજીત આ સેમિનારમાં સંસ્થાના ડાયરેકટર પ્રો.ડો. અનુપ ઠાકરે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા ઇ.સ.2016થી આયુર્વેદ દિવસ તરીકે ધન્વન્તરી ત્રયોદશાને ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “આયુર્વેદ દ્વારા પોષણ’’ ની થીમ પર ઉજવણી કરવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.અધ્યક્ષસ્થાનથી વિખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ઇશા બે દાયકામાં આયુર્વેદ પ્રચાર અને સંશોધનક્ષેત્રે સારી કામગીરી થઇ રહી છે.વર્તમાન રાજય અને સરકાર દ્વારા આપણા વેદ ઋષિકાળના પૌરાણિક આયુર્વેદ નિદાન-સારવાર-સંશોધનક્ષેત્રે ખુબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...