જામનગરમાં ગુલાબનગર નજીક રાજ પાર્ક વિસ્તારમાં રહેતી એક પરણિતાએ આર્થિક સંકળામણના કારણે પોતાના પરિવારની ભવિષ્યની ચિંતામાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં સુભાષ બ્રિજ નજીક રાજ પાર્ક શેરી નંબર-3 માં રહેતી મેઘાબેન હિતેશભાઈ ભૂત નામની 32 વર્ષની પરિણીતાએ બુધવારે બપોરે પોતાના ઘેર રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યાના પ્રયાસ કર્યો હતો.
જે બનાવની પરિવારજનોને જાણ થતાં તેમણે તુરંત જ 108 ની ટીમને બોલાવી હતી, પરંતુ 108ની ટીમ પહોંચે તે પહેલાં મેઘાબેન મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ હિતેનભાઈ ધીરજલાલ સોનગરાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયાં અનુસાર મેઘાબેન કે જેમના પરિવારને આર્થિક સ્થિતિ બરાબર ન હતી, અને પરિવારના ભવિષ્યની ચિંતામાં ટેન્શન માં રહેતી હતી. જેના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.