તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામજોધપુર શહેરમાંથી સ્થાનિક પોલીસે વર્લીના જુગારનુ નેટવર્ક પકડી પાડી એક વૃધ્ધને દબોચી લીઘા હતા જેના કબજામાંથી રોકડ અને સાહિત્ય કબજે કર્યુ હતુ.પોલીસની પુછપરછમાં વધુ પાંચ શખ્સના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામજોધપુર શહેરમાં પોલીસે પેટ્રોલિંગ વેળાએ વાછાણી સાયકલસ્ટોરવાળી ગલી, લક્ષ્મીનારાયણ મંદિર પાસે જાહેર માર્ગ પર વર્લી મટકાના આંકડા લખી રહેલા કિરીટભાઇ હરીલાલ કોટકને પકડી પાડી તેના કબજામાંથી રોકડ રકમ ઉપરાંતબે સ્લીપ સહિત વર્લીનુ સાહિત્ય પણ કબજે કર્યુ હતુ.
પકડાયેલા શખ્સની પ્રાથમિક પુછપરછમાં વધુ પાંચ રાજુ બકતારીયા(રે.જામજોધપુર), રોહિત (રે.મેવાસા આંબરડી), કોટડાવાળા કાકા તથા કોટડાવાળા દરજીબાપા તેમજ પારસ નામ ખુલતા પોલીસે તમામને ફરારી જાહેર કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.વર્લીના જુગારના આ બનેલા બનાવમાં પોલીસે પાંચેય શખ્સોની આગવીઢબે શોધખોળ માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.