કાર્યક્રમ:આર્યસમાજમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી, મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરના આર્યસમાજ સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આ ઉજવણીમાં ઉપસ્થિત સંસદસભ્ય પૂનમબેન માડમનું સન્માનપત્ર આપીને તથા શાલ અર્પણ કરીને વિશેષ સન્માન સંસ્થાના પ્રમુખ દિપકભાઈ ઠકકર,મંત્રી મહેશભાઈ રામાણી, ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, વિદ્યાલયના બન્ને વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૃપડીયા તથા જયશ્રીબેન દાઉદીયા તેમજ આશાબેન ઠકકર, નીમુબેન રામાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આર્ય સમાજના પ્રમુખ દિપકભાઈ ઠકકરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, સજુબા સ્કૂલના આચાર્યા ડો. બીનાબેન દવે, દયાનંદ કન્યા વિદ્યાલયના બન્ને વિભાગના આચાર્યાનું તેમજ સંસ્થા-શાળામાં સેવા આપતા અને સંતાનમાં માત્ર દિકરી ધરાવતા બહેનોમાં મીરાબેન બાગુલ, ભારતીબેન વ્યાસ, મન્ટુબેન ચોવટીયા, રીશાબેન પોપટ, દક્ષાબેન સંતોકી, ધર્મિષ્ઠાબેન ગોહીલ, મનિષાબેન સોલંકી, સોનલબેન જોશી, પૂજાબેન ચડોત્રા નિલિમાબેન ત્રિવેદી, દિવ્યાબેન જેઠવા, જયાબેન રત્નોતરનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...