તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:જામનગરમાં 11 પ્રકારના વૃક્ષોના રોપાનું વિતરણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃક્ષના રોપા લેવા માટે રજિસ્ટ્રેશન કરી એક વ્યક્તિ દીઠ એક રોપો અપાયો
  • બપોરે એક વાગ્યા સુધીમાં 1500 વૃક્ષોના રોપાનું વિતરણ થયું

જામનગરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સામાજિક વનીકરણ રેન્જ જામનગરના સહયોગથી ઘર આંગણે વૃક્ષ વાવી શકાય તેવા વૃક્ષોના રોપા વિતરણ વિનામૂલ્ય કરવામાં આવ્યું હતું. પર્યાવરણની રક્ષા અને આપણી સુરક્ષા જેમાં જામનગરના સપ્તરંગ ગ્રુપ, એસેન્ટ્રેક એડવેન્ચર્સ અને સાયકલિંગ ક્લબ દ્વારા આજે પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રભુલાલ સંઘરાજ શાહ વિદ્યાલય ગ્રાઉન્ડ પ્રદર્શન ગ્રાઉન્ડ ની સામે વૃક્ષના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા.

11 પ્રકારના વૃક્ષના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં તુલસી જામફળ, રાવણા(જાંબુ),અરડૂસી,નગોડા,ગરમાળો,સીતાફળ,સેતુર,કડવો લીમડો, સપ્તપર્ણી,આસોપાલવ સહિત 11 વૃક્ષોના અલગ અલગ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કુલ 1500 વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.જેમાં એક વ્યક્તિ દીઠ એક જ વૃક્ષનો છોડ આપવામાં આવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 10:00થી શરૂ કરેલ નિશુલ્ક નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બપોરે એક વાગ્યા સુધીમાં 1500 વૃક્ષોના રોપાનું વિતરણ પણ થઇ ગયું હતું.

જ્યારે પર્યાવરણ પ્રેમીઓએ વિશ્વ પર્યાવરણ દિવસની 11 પ્રકારના વૃક્ષોના રોપા વિતરણ કરી ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...