તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:શ્રમજીવી મહિલાને છરી બતાવી ધમકી આપી દુષ્કર્મ, કુકર્મ આચરનારને ખંઢેરા પાસે દબોચી લેવાયો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જામનગરમાં રહેતી શ્રમજીવી મહિલાને છરી બતાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ પોલસમાં નોંધાઇ હતી.જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શખ્સને દબોચી લીધો હતો. સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ શહેરમાં રહેતી 25 વર્ષીય શ્રમજીવી પરિણિતા પાસે થોડા દિવસ પુર્વે તેનો પરિચિત પિન્ટુ મુકેશભાઇ પરમાર નામનો શખ્સ ધસી આવ્યો હતો.ત્યારબાદ વાસંનાધ શખ્સે તેણીના બંને બાળકોને મારી નાખવાની ધમકી આપી રીક્ષામાં બેસાડી શહેરની ભાગોળે લઇ ગયો હતો.

જયાં તેણી પર છરી બતાવી ધમકી ઉચ્ચારી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ નોંધાઇ છે.જેમાં ભોગગ્રસ્ત મહિલાની ફરીયાદના આધારે પોલીસે પિન્ટુ મુકેશભાઇ પરમાર સામે ગુનો નોંધ્યો હતો.જયારે મહિલા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. આર.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.આર.ભટ્ટ,મદદનીશ ડી.કે. ચૌહાણ સહિતની ટીમે ત્વરીત તપાસ હાથ ધરી હતી.કાલાવડના ખંઢેરા પાસેથી દબોચી લીઘો હતો.પકડાયેલા શખ્સના કોવિડ પરીક્ષણ માટે તજવિજ હાથ ધરી છે. આરોપીનો કોવિડ રીપોર્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...