આત્મહત્યા:ભંગડામાં શ્રમિકનો અગમ્ય કારણોસર ઝેર પી આપઘાત

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મૃતદેહનો કબજો સંભાળી પોલીસની તપાસ

કાલાવડ તાલુકાના ભંગડા ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા એક શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે. મળતી વિગત અનુસાર કાલાવડ તાલુકાના ભંગડા ગામમાં જયુભા જાડેજા નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સુનિલ જીતુભાઈ નાયક નામના 20 વર્ષના શ્રમિક યુવાને પોતાની વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જયાં એક સપ્તાહની સારવાર બાદ તેનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતકના પિતા જીતુભાઈ જેસંગભાઈ નાયક એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે જી.જી. હોસ્પિટલે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...