સુવિધા:મહિલાઓની સુરક્ષા હવે મોબાઈલમાં, 181 અભયમ મહિલા હેલ્પલાઇન એપ લોન્ચ કરાઇ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓની ઘરની બહાર થતી હેરાનગતિ, ભયસહિતની મુશ્કેલીમાંથી રેસ્ક્યુનો ધ્યેય

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫માં મહિલા દિવસે181 અભયમ મહિલા હેલ્પલાઇન રાજ્યમાં શરૂ કરીને મહિલા સુરક્ષાની દિશામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જામનગર સખી વન સ્ટોપ સેન્ટર તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા શ્રમજીવી મહિલા ઔધોગિક મંડળીના કર્મચારીઓને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે અને તેમને તત્કાલ મદદ મળી રહે તે હેતુથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યના કોઈપણ ખૂણામાં રહેતી મહિલાઓને મુશ્કેલીના સમયમાં આ એપ્લીકેશન મદદરૂપ થશે.

હિંંસા, છેડતી કિસ્સામાં ત્વરિત મદદ મળશે
એપ ગુગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. હીંસા, છેડતી, હેરાનગતિ જેવી મુસીબતની સ્થિતિમાં ત્વરિત સહાય અને સુરક્ષા મેળવવા મોબાઈલ એપ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવાથી રેસ્ક્યુવાન કે પોલીસની ટીમ મદદએ આવશે.

પેનિક બટનથી સ્થળની માહિતી પહોંચી જશે
મહિલા ઘટનાસ્થળ વિશે માહિતી ન આપી શકે તો પેનીક બટન દબાવતા જ ઘટનાસ્થળની માહિતી એપ દ્વારા હેલ્પલાઈન સેન્ટરને પહોંચી જશે. મોબાઈલ જોરથી હલાવવાથી ફોન કર્યા વગર મદદ મળી શકે છે.181 અભયમ મહિલા હેલ્પલાઇન બટન દબાવવાની સાથે મુશ્કેલીની સ્થિતિમાં મહિલાના પાંચ જેટલાસગાસંબંધી,મિત્રોને મેસેજથી જાણ થશે.

અન્ય સમાચારો પણ છે...