નારી સંમેલન:માતા, દીકરી, બહેન, પત્ની, પુત્રવધુની જુદી-જુદી ઓળખ સાથે મહિલાઓ સમાજમાં અડધાથી વધારે હિસ્સો ધરાવે છે

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ, સંસ્કાર અને સંસારમાં મહિલાઓનો ફાળો સહવિશેષ હોય છે
  • ખંભાળીયામાં નારી સંમેલન યોજાયું : 181 મહિલા અભયમ્ હેલ્પ લાઈન અને મહિલા સહાયતા કેન્દ્ર જેવી અનેકવિધ મહિલા યોજનાનું માર્ગદર્શન અપાયું

ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે નારી અદાલતના પ્રસાર, મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાની જાણકારી મહિલાઓ સુધી પહોંચે તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ રાજીબેન મોરીના અધ્યક્ષસ્થાને ખંભાળીયા નગરપાલિકા ટાઉનહોલમાં નારી સંમેલનનું આયોજન કરાયું હતું. દીકરી, બહેન, પત્ની, પુત્રવધુ અને માતા સહિત જૂદી-જુદી ઓળખ સાથે સમાજમાં મહિલાઓનો 50 ટકાથી વધારે હિસ્સો છે, આપણા આ સમાજમાં મહિલાઓ અડધાથી વધારે હિસ્સો ધરાવે છે.

પુરુષ ઘરમાં આવક કે કમાણીનું કાર્ય કરતો હશે પરંતુ સ્ત્રીઓ દરેક ક્ષેત્રે કાર્યરત છે. શિક્ષણ, સંસ્કાર અને સંસારમાં મહિલાઓનો ફાળો સહવિશેષ હોય છે, જેના પરિણામે જ આજે પરિવાર કે કુટુંબ ટકી રહ્યું છે તેમ જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ જણાવ્યું હતું.નારી વગર આ દુનિયા નિર્જન વસ્તી” ના વિચાર સાથે બાળ વિકાસ યોજના અધિકારી પૃથ્વીબેન પટેલએ આઈ.સી.ડી.એસ.વિભાગની વિવિધ યોજનાઓ વિશે ઉપસ્થિત મહિલાઓને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે આર.બી.એસ.કે.મેડીકલ ઓફીસર કોમલબેન કંડોરીયાએ કોરોનાથી ડરવાની જરૂર નથી, માત્ર તેનાથી સાવચેત રહેવાની જરૂરી છે.

રસીકરણ એક માત્ર બ્રહ્માસ્ત્ર છે જે આપણા માટે સુરક્ષા કવચનું કાર્ય કરે છે તેમ જણાવ્યું હતું. મહિલાઓના આર્થિક, સામાજિક અને કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને મહિલાઓને નિષ્પક્ષ મફત સહાય આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2012-13થી નારી અદાલત શરૂ કરવામાં આવી છે તેમ જણાવી જિલ્લા કો-ઓર્ડીનેટર દ્દીશિતાબેન જોષીએ નારી અદાલત અને તેના કાર્યો વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.

દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગરએ સખી વન સ્ટોપ સેન્ટર થકી મહિલાઓને મદદરૂપ બનવા અને તેમને જરુરી સુવિધા, આશ્રય અને માર્ગદર્શન પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 181 મહિલા અભયમ્ હેલ્પ લાઈન અને મહિલા સહાયતા કેન્દ્ર જેવી અનેકવિધ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જણાવી વિવિધ મહિલા સમર્પિત યોજનાઓ વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.કાર્યક્રમમાં આસિ.પબ્લિક પ્રોસિક્યુટર સુમિત્રાબેન વસાવાએ મહિલાઓને મફત કાનૂની સહાય અને પોસ્કો એકટ વિશે જાણકારી આપી હતી.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન પ્રતાપભાઈ પીંડારીયાએ ઘરથી દેશ સુધીના દરેક ક્ષેત્રે મહિલાઓ ઉત્તમ સંચાલન કરે છે. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રજ્ઞાબેન રાવલએ કરી હતી, આભારવિધી ઉર્મિલાબેન દ્વારા કરાઇ હતી.

સંમેલનમાં શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, તાલકા પંચાયતના પ્રમુખ રામદેવભાઈ કરમુર, ખંભાળીયા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, વી.ડી.મોરી, રેખાબેન, મીનાબેન સીમારીયા, બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારીયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...