જામનગર શહેરના સતત ધમધમતા ડીકેવી કોલેજ વિસ્તારમાં આજે રસ્તા પર ત્રણ મહિલાઓ ઝઘડતી હોય પોલીસ ત્રણેયને પોલીસ સ્ટેશન લાવી હતી. ત્રણેય મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવતા અને મહિલા પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરતા ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આજે બપોરના સમયે ડીકેવી સર્કલ પાસે ત્રણ મહિલાઓ ઝઘડો કરી રહી હોવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાઓને પોલીસ સ્ટેશન લાવી હતી. રસ્તા પર ધમાલ મચાવી રહેલી મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને મહિલા પોલીસ પર હુમલો કર્યો હતો.
લક્ષ્મીબેન બાબરીયા, માનસીબેન માધવ અને રૂચીબેન બાબરીયાએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવતા તેઓની સામે પોલીસકર્મી પર હુમલો કરી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ત્રણેય મહિલાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.