ગ્રામપંચાયત ચૂંટણી:જામનગરના બેરાજા ગ્રામપંચાયતમાં મહિલા સરપંચ ઉમેદવાર બિંદુબેન સાવલિયાનો 1 મતે વિજય

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિંદુબેન શૈલેષભાઈ સાવલિયાને 455 જ્યારે હંસાબેન રમેશભાઈ મોલીયાને 454 મત મળ્યા

જામનગરના બેરાજા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા સરપંચ પદના ઉમેદવાર બિંદુબેન શૈલેષભાઈ સાવલિયાનો 1 મતે વિજય થયો છે. બિંદુબેન શૈલેષભાઈ સાવલિયાને 455 જ્યારે હંસાબેન રમેશભાઈ મોલીયાને 454 મત મળ્યા હતા.

જામનગરમાં ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે બેરાજા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા સરપંચ પદના ઉમેદવાર બિંદુબેન શૈલેષભાઈ સાવલિયાનો 1 મતે વિજય થયો છે. બેરાજા ગ્રામ પંચાયતમાં કુલ 1076 મત પડ્યા હતા. જેમાં 200 મતો અમાન્ય થયા છે. સરપંચ પદના ઉમેદવાર બિંદુબેન શૈલેષભાઈ સાવલિયાને 455 મત મળ્યા હતા. જ્યારે હંસાબેન રમેશભાઈ મોલીયાને 454 મત મળ્યા હતા. જેથી બિંદુબેન શૈલેષભાઈ સાવલિયાનો 1 મતે વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...