જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં એક મહિલાના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી આઠ મહિલાને પકડી પાડી રોકડ કબજે કરી હતી. શહેરમાં રાજ પાર્ક -4 નજીક રંગમતી પાર્ક વિસ્તારમાં જય અંબે નામના મકાન ના રહેતી દક્ષાબેન ગોપીયાણી નામની મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી જુદી-જુદી મહિલાઓને એકત્ર કરી જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી પરથી પોલીસે રવિવારે રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી કુલ 8 મહીલાઓ ગંજીપાના ટીંચી રહેલી મળી આવી હતી.
પોલીસે મકાનમાલિક દક્ષાબેન ગોપાયાણી ઉપરાંત જીજ્ઞાબેન જગદીશભાઈ જોગીયા, બીનાબેન આનંદભાઈ ખાખરીયા, મનિષાબેન પ્રકાશભાઈ હરબડા, ગીતાબેન ધવલભાઇ મહેતા, અનુબેન માધવભાઈ બારીયા, ભારતીબેન નારણભાઈ મકવાણા, અને મેરુનબેન મામદભાઇ ખફી વગેરે આઠ મહિલાઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી 33,570 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.