વિરોધ:મનપામાં ખાલી કાર્યપાલક એન્જિનિયરની જગ્યા પર ભરતી કરવા મહિલા કોર્પોરેટરે સ્થાયી સમિતિ સામે ધરણા-સૂત્રોચ્ચાર કર્યા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યપાલક એન્જિનિયરની 4 ખાલી જગ્યા તાત્કાલીક ભરવાની માગ

જામનગર મહાનગરપાલિકામાં કાર્યપાલક ઈજનેરની ખાલી જગ્યા પર તાત્કાલીક ભરતી કરવાની માગ સાથે આજે વધુ એક વાર કૉંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા.

જામનગર મનપામાં ચાર કાર્યપાલક ઈજનેરની જગ્યા ખાલી હોવાના કારણે ઈન્ચાર્જથી કામ ચલાવવામા આવી રહ્યું છે. જેના કારણે લોકોના કામો ટલ્લે ચડતા હોવાની રજૂઆત કરવામા આવી હતી. મનપાની સામાન્ય સભામાં રજૂઆત કરાયા બાદ પણ કાર્યપાલક ઈજનેરોની ભરતી અંગે કોઈ કાર્યવાહી ના થતા આજે વધુ એકવાર કૉંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા સ્થાયી સમિતિની ઓફિસ સામે ધરણા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...