તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Women Corporators Protest In Front Of Commissioner's Office Over Appointment Of Four Vacant Executive Engineers In Jamnagar Municipal Corporation

વિરોધ:જામનગર મહાનગરપાલિકામાં ખાલી પડેલી ચાર કાર્યપાલ એન્જિનિયરની નિમણૂક બાબતે કમિશ્નર કાર્યાલય સામે મહિલા કોર્પોરેટરના ધરણા

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યપાલ એન્જિનિયરની નિમણૂક ન થાય ત્યાં સુધી અઠવાડિયામાં એક દિવસ ધરણા યોજાશે: રચનાબેન નંદાણીયા

જામનગર મહાનગરપાલિકામાં ખાલી પડેલી ચાર કાર્યપાલ એન્જિનિયરની તાત્કાલિક નિમણૂક કરવા અંગે આજે કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયા કમિશ્નર કાર્યાલય સામે ધરણા બેસીયા હતા.

જામનગર મહાનગર પાલિકાની કુલ પાંચ જગ્યામાંથી એક જગ્યામાં સિટી એન્જિનિયરની નિમણૂક બાકી રહેતા ચાર કાર્યપાલ એન્જિનિયર પરની જગ્યા ઘણા સમયથી નિમણૂક કરવામાં આવતી નથી અને ચાર્જમાં અધિકારીઓને રાખવામાં આવતા હોવાથી તેમણે વધારે ચાર્જ સોંપવાથી અધિકારી ઉપર પર કામનું ભારણ હોય છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર કાર્યાલય સામે કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અને કોંગ્રેસી આગેવાનો ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારે તેમને આ બાબતની રજૂઆત અગાઉ પણ કરી હતી અને આજ દિવસ સુધી કોઇપણ કાર્યવાહી કરવામાં નહીં આવતા આજરોજ ફરી કમિશ્નર કાર્યલય સામે ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ અંગે તેમણે જણાવ્યું હતુ કે, આ બાબતે જનરલ બોર્ડમાં પણ અમોએ અગાઉ રજૂઆત કરી હતી, તાત્કાલિક ધોરણે કાર્યપાલ એન્જિનિયરની નિમણૂક કરવામાં નહીં આવે તો અઠવાડિયામાં એક વખત ધરણા કરવામાં આવશે. જે મુજબ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં આજે કમિશનર કાર્યાલયની સામે પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ કહ્યું હતું કે. જ્યાં સુધી 4 કાર્યપાલ એન્જિનિયરને સિનિયોરીટી લાયકાત અને અનુભવના આધારે નિમણૂક કરવામાં નહીં આવે ત્યાં સુધી દર અઠવાડિયામાં એક દિવસ 11થી 5 વાગ્યા સુધી પ્રતિક ધરણા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...