તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણનો ભય:મહિલાઓ ફર્સ્ટ લુકમાં પસંદ કરી રહી છે જ્વેલરી, કોરોનાએ બદલી ખરીદી કરવાની પદ્ધતિ, 60 ટકા લોકો જૂની જ્વેલરીને બદલાવે છે

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની અસર લોકોના સ્વાસ્થ્ય સાથે સોનાના ખરીદ અને વેચાણ પર પણ જોવા મળી રહી છે. કોરોનાના કેસ ઘટતા હવે લોકો બજારમાં જઈને ખરીદી કરી રહ્યા છે. પહેલા એક જ્વેલરી પસંદ કરવા પાછળ મહિલાઓ બે થી ત્રણ વિઝીટ કરતી હતી.પરંતુ સંકમણના ભયને કારણે મહિલાઓ ફસ્ટ લુકમાં જ્વેલરી પસંદ કરી રહી છે. બીજી બાજુ લોકોના બજેટ પર મહામારીનું ગ્રહણ યથાવત છે.

જેના કારણે 60 ટકા લોકો જૂની જ્વેલરી આપીને નવી જ્વેલરીની ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને જે ઘરમાં હાલ લગ્ન લેવાયા હોય તે જ લોકો અત્યારે સેટ , બગડી જેવી વધુ વજન વાળી જવેલરીની ખરીદી કરી રહ્યાં છે.જયારે મોટા ભાગના લોકો હળવાં એટલે કે ઓછા વજનના સોનાના દાગીનાની વધુ ખરીદી કરી રહયા હોવાનું જામનગરમાં સોના વેપારીઓએ જણાવ્યું છે.

15 ટકા ભાવ વધારાની શક્યતા, જામનગરમાં બુટ્ટી, ચેન, વીંટીનું વેંચાણ વધુ
સોનામાં સૌથી વધુ વેચાણ બુટ્ટી, ચેન, વીંટી વગેરે વસ્તુઓનું વેચાણ વધુ થઇ રહ્યું છે. ઈન્વેસ્ટ કરવાની દૃષ્ટિએ સોનુ લેતા ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે , પરંતુ સોનામાં અત્યારે ઈન્વેસ્ટ કરવુ હિતાવહ છે કારણ કે આવનારા સમયમાં સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 57 થી 58 હજાર પહોંચવાની શક્યતા હોવાનું સોની વેપારીઓ જણાવ્યું છે.

લગ્ન હોય તે પરિવાર વધુ વજનવાળી જ્વેલરીની ખરીદી કરી રહ્યા છે
અત્યારે વધારે સૌથી વધારે વેંચાણ ઓછા વજન વળી જ્વેલરી જેવી કે ચેન, વીંટી, તેમજ બુટ્ટીનું થઈ રહ્યું છે. જયારે વધુ વજન વાળી જ્વેલરી એટલે કે સેટ ,બંગડી સહિતના સોનાના દાગીનાઓની જેના ઘરમાં લગ્ન લેવાયા હોય અથવા ટૂંક સમયમાં લગ્ન પ્રસંગ હોય તે લોકો ખરીદી રહ્યાં છે. - રોનક બાથણી, જવેલર્સ, જામનગર

​​​​​​​મહિલાઓને લાઈટ વેટ જ્વેલરી વધારે પસંદ આવી રહી છે
મહિલાઓ વધુ વજનવાળા દાગીના ખરીદી કરે છે. છેલ્લા થોડા સમયથી ખરીદીનો ટ્રેન્ડ બદલ્યો છે. મહિલાઓ લાઈટ વેટ જ્વેલરી પસંદ કરી રહી છે. કોરોના પહેલા 2 કે 3 મુલાકાત બાદ દાગીના પસંદ કરતી હતી, હવે સંકમણના ભયને કારણે હાલ ફસ્ટ લુકમાં જ્વેલરી પસંદ કરી રહી છે. -રઘુભાઈ માડલિયા, જવેલર્સ, જામનગર

અન્ય સમાચારો પણ છે...