તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કાર થાંભલા સાથે ટકરાતા મહિલાનું મોત

જામનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતરાઇ ભાઇ ચુંટણીમાં વિજેતા થતા હરખ મનાવીને પરત ફરતા પરીવારને નડયો અકસ્માત
  • ગંભીર ઇજાગ્રસ્ત મહિલાએ સારવારમાં દમ તોડયો, કારચાલક પતિ, બે પુત્રી પણ ઘવાયા

લાલપુર તાલુકાના વેરાવળથી સમાણા જતા માર્ગ પર પીપરટોડા નજીક પુરપાટ દોડતી કાર સિમેન્ટના થાંભલા સાથે ટકરાયા બાદ રોડ પરથી ઉતરી જતા સર્જાયેલા અકસ્માતમાં કારસવાર મહિલાનુ માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા મૃત્યુ નિપજયુ હતુ.મૃતક મહિલા તેનો પિતરાઇ ભાઇ ચુંટણીમાં વિજયી થતા હરખ મનાવી પરત ઘરે સમાણા તરફ જઇ રહયા હતા ત્યારે જીવલેણ અકસ્માત નડયો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો હતો.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામજોધપુરના સમાણા ગામે રહેતા નાથાભાઇ રૂપાભાઇ વાઘેલા તેના પત્ની જાગૃતિબેન અને બે પુત્રીઓ સહિતનો પરીવાર મંગળવારે મોડીસાંજે કારમાં પીપળી પંથકમાંથી સમાણા તરફ જઇ રહયા હતા ત્યારે વેરાવળ મોટી ગોપના પાટીયાથી પીપરટોડા તરફ જતા માર્ગ પર પુરઝડપે દોડતી કાર રોડ પર સિમેન્ટના થાંભલા સાથે અથડાયા બાદ રોડથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતના પગલે ભારે દેકારો થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કાર સવાર ચારેયને બહાર કાઢી સારવાર અર્થે 108 મારફતે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડયા હતા.

જયાં માથાના ભાગે ગંભીર ઇજા થતા પુષ્પાબેનની સારવાર કારગત નિવડે એ પુર્વેજ તેનુ મૃત્યુ નિપજયુ હતુ. જયારે નાથાભાઇને પણ નાની મોટી ઇજા પહોચતા સારવાર અર્થે દાખલ કરાયા હતા.અન્ય બે પુત્રીઓને સામાન્ય ઇજા પહોચ્યાનુ બહાર આવ્યુ છે.

ભોગગ્રસ્ત મહિલા અને તેના પતિ તેમજ બંને પુત્રીઓ પીપળી ગામે પિતરાઇ ભાઇ ચુંટણીમાં વિજેતા થતા વિજયની ખુશાલીમાં સહભાગી બની પરત સમાણા ગામે આવી રહયા હતા ત્યારે માર્ગમાં આ ગોઝારો અકસ્માત નડયો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.બનાવના પગલે મૃતક મહિલાના પરીવારમાં ઘેરો શોક છવાયો છે.પોલીસે કારચાલક સામે ફરીયાદ નોંધવા માટે તજવિજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...