અકસ્માત:જામનગરમાં એઠવાડ ફેંકવા જતાં નીચે પડી ગયેલા મહિલાનું મોત

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવાગામ ઘેડમાં લોહીની ઉલ્ટીઓ થતાં હોસ્પિટલ ખસેડાયેલા યુવાનનું મૃત્યુ

જામનગરમાં ખંભાળિયા નાકા નજીક પહેલા માળેથી પટકાતા મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. એઠવાળ ફેંકવા જતા મહિલા અકસ્માતે નીચે પડી ગયા હોવાની વિગતો જાહેર થઇ છે. જ્યારે નવાગામ ઘેડ વિસ્તારમાં તાવની બિમારી અને લોહીની ઉલ્ટીઓ થતાં યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.જામનગર શહેરમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે ખંભાળિયા નાકા નજીક રહેતાં ઇલાબેન ભરતભાઇ કોટક (ઉ.વ.40) નામના મહિલા રવિવારે રાત્રે નવેક વાગ્યે પોતાના ઘરે ઠામવાસણ સાફ કરી એઠવાડ રવેસમાંથી નીચે નાખવા જતાં હતાં ત્યારે અકસ્માતે તેઓ પ્રથમ માળેથી નીચે પડ્યાં હતાં.

જેમાં તેઓને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં મેલડી માઁના મંદિર પાસે રહેતાં લાલદાસ નાથુલાલ દેસાણી (ઉ.વ.30) નામના યુવાનને 6 દિવસથી તાવ આવતા અને લોહીની ઉલ્ટીઓ થતાં જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...