તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કાલાવડ પાસે બાઈકથી પટકાતા મહિલાનું મોત

જામનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતા નીચે પડી ગયા
 • રાજકોટ હાઈ-વે પર સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢાએ જીવ ગૂમાવ્યો

રાજકોટ ધોરીમાર્ગ પર મંદિર પાસે પસાર થતા એક બાઇક પર બેઠેલા મહિલાનુ ચકકર આવતા નીચે પટકાઇ પડતા માથા સહિત શરીરે ગંભીર ઇજા થવાથી સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.અકસ્માતનો ભોગ બનેલા મહિલા રાજકોટના રહીશ હોવાનુ સામે આવ્યુ છે.રાજકોટના ગોકુલધામ સોસાયટીમાં રહેતા નીરૂબેન ભુપતભાઇ પરમાર (ઉ.વ. 52) નામના પ્રૌઢ મહિલા ગત તા.11ના રોજ બાઇક પાછળ બેસી કાલાવડ-રાજકોટ ઘોરીમાર્ગ પર પસાર થઇ રહયા હતા

ત્યારે તેને અચાનક ચકકર આવતા બાઇકમાંથી નીચે પટકાઇ પડયા હતા. માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજા થતા તુરંત હોસ્પીટલમાં ખસેડાયા હતા જયાં એકાદ દિવસની સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ. બનાવની મૃતકના પુત્ર વિજયભાઇ ભુપતભાઇ પરમારે જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ દોડી ગઇ હતી.પીએમ કરાવી નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો