કરૂણાંતિકા:ચેલામાં ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરતા વીજશોકથી યુવતીનું મોત

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘરે પાણી માટે મોટર ચાલુ કરતી વેળાએ સર્જાયેલી કરૂણાંતિકા

જામનગર તાલુકાના ચેલા ગામે રહેતી યુવતિ ઘરે પાણીની ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા પ્લગ સ્વિચ બોર્ડમાં ભરાવતા અકસ્માતે જોરદાર વિજઆંચકો લાગતા તેણીનુ મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ચેલા ગામે ચાર ચોક પાસે ત્રણ બતી શેરીમાં રહેતી વૈશાલીબેન મનસુખભાઇ નકુમ (ઉ.વ.22) નામની યુવતિ ગુરૂવારે સવારે ઘરે પાણીની ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા પ્લગ સ્વિચ બોર્ડમાં ભરાવતા અકસ્માતે ડાબા હાથના અંગુઠામાં જોરદાર વિજઆંચકો લાગ્યો હતો જેમાં તેણીનુ મૃત્યુ નિપજયુ હતુ.

આ બનાવની મૃતકના પિતા મનસુખભાઇ મેઘજીભાઇ નકુમે જાણ કરતા પંચ બી પોલીસની ટીમ દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હેડ કોન્સ. એસ.આર.ડાંગરે હાથ ધરી છે.આ બનાવને પગલે મૃતકના પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...