તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાંચ કેસ:જામનગરમાં 5 હજારની લાંચ મામલે ઝડપાયેલા મહિલા PSIના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ એસીબી દ્વારા પૂછપરછ કરી નિવેદન લેવામા આવ્યા

જામનગરના મહિલા પીએસઆઈને લાંચ કેસમાં અટકાયત કરી દોઢ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે જેલ હવાલે કરાયા છે. રાજકોટ એસીબી દ્વારા તપાસ ને લગત કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગરમાં એક જૂના કેસની તપાસ મહિલા પી.એસ.આઇ હતી રૂપિયા 5 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ ડ્રાઈવરને જામનગર એસીબીની ટુકડીએ છટકું ગોઠવીને પકડી લીધો હતો.ત્યારબાદ મહિલા પી.એસ.આઇ ઉમા બેન ભટ્ટ ની અટકાયત કરી હતી અને કોર્ટમાં રજૂ કરી દોઢ દિવસના રિમાન્ડ પર લીધા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ મહિલા પીએસઆઈને આજે જેલ હવાલે કરવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...