ભેદ ઉકેલાયો:જામનગરમાં બે રહેણાંક મકાનમાં થયેલી ચોરી મામલે ગણતરીના કલાકોમાં એક તસ્કર ઝડપાયો

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે નંગ મોબાઇલ અને રોકડ સહિત રૂ.88 હજારની મત્તા કબ્જે કરાયા

જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં બે રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે, અને નામચીન તસ્કરને ઝડપી લઇ તેની પાસેથી રૂ.88,950ની માલમતા કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા મોહમ્મદ હાસમભાઇના રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી, જ્યારે તેના પાડોશમાં રહેતા મનોજ ભાઈ નારણભાઈ રાઠોડના મકાનમાંથી મોબાઇલ ફોનની ચોરી થઈ હતી. જે ચોરીની ફરિયાદ નોંધાવાયા પછી એલસીબીની ટીમ દોડતી થઇ હતી અને ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

જામનગરમાં જોડિયા ભૂંગા વિસ્તારમાં રહેતા અને સંખ્યાબંધ ચોરીના ગુનામાં અનેક વખત પકડાઈ ચૂકેલા હનીફ ઉર્ફે હનફો ચોર હુસેનભાઇ સશા નામના શખ્સને પકડી પાડયો હતો, અને તેની પાસે બે નંગ ચોરાઉ મોબાઇલ ફોન તથા 66,950ની રોકડ રકમ સહિત કુલ 88,950ની માલમતા કબજે કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન નામીચ શખ્સે ઉપરોક્ત બંને ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.જેથી પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...