ધૂમ ખરીદી:દિવાળી આવતા જામનગરની ખુશીઓમાં કલર પુરાયા

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપસંદ કલરના અનુરૂપ શેડ ન મળતા યુવતીઓ તેવા શેડ બનાવી આપવાની માંગ કરે છે : જામનગરની બજારમાં ધૂમ ખરીદી
  • રેડિયમ ફ્લોરેન્સ કલર | સફેદ, લાલ સાથે અન્ય લાઇટ શેડ ટ્રેન્ડમાં, પાંચ લાઇનવાળી પેન ડિમાન્ડમાં

જામનગરમાં દિવાળીના તહેવારો નજીક આવતા જ રંગોળીના કલરમાં તેજીના કારણે કલરના વેચાણમાં 10 થી 20નો વધારો થયો છે. રંગોળીના કલરમાં દર વર્ષે નવા નવા શેડ જોવા મળતા હોય છે. ચાલુ વર્ષે રેડિયમ ફ્લોરેન્સ ટાઈપના કલર રંગોળીમાં ચાર ચાંદ લગાવશે. જો કે આ કલરમાં પણ રેડીયમ સી ગ્રીન, સ્કિન, ગુલાબી સહિતના અવ નવા શેડ માર્કેટમાં આવ્યા છે. આ કલરની વિશેષતા એ છે કે રંગોળીની ડિઝાઇનમાં કલર પુરવામાં સરળતા રહેશે તથા કલરમાં રેડિયમ હોવાથી રાત્રે અંધારામાં ચમકશે. સામાન્ય રીતે કલરમાં સૌથી વધુ માંગ સફેદ અને લાલ કલરની હોય છે.

આ સિવાય છેલ્લા બે વર્ષથી લાઇટ શેડ કલરનો ટ્રેન્ડ હોવાથી તેની ડિમાન્ડ પણ ખુબ વધી છે. યુવતીઓ જ્યારે કલર ની ખરીદી કરવા આવે છે ત્યારે મનપસંદ કલરના તેમને અનુરૂપ શેડ ન મળતા તેવા શેડ બનાવી આપવાની માંગ કરે છે. જ્યારે 10 થી 20 ટકા ગ્રાહકો એવા હોય છે કે જે કલરના ખાસ કાર્ડ પરથી રંગોળીના કલર શેડ બનાવી આપવાનું કહે છે તેમ જામનગરના કલરના વેપારીઓ જણાવ્યું છે.

એક કલર બનતા બે દિવસ લાગે છે
સફેદ ચિરોડીમાં કલર તથા કેમિકલ મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ચારથી પાંચ કલાક તડકામાં સૂકવવામાં આવે છે. એક સાથે ત્રણથી ચાર હજાર કિલો કલર બનતો હોય એટલે તેને બે થી ત્રણ ટુકડામાં બનાવવામાં આવે છે. જેને કારણે એક કલર બનતા બે દિવસનો સમય લાગે છે. જેમાં પહેલા લાઇટ કલર બનાવવામાં આવે છે અને ત્યારબાદ ડાર્ક કલર બનાવવામાં આવે છે.

પેનથી એકસાથે 5 લાઇન દોરી શકાશે
દર વર્ષે કલર પુરવા અલગ-અલગ વસ્તુ માર્કેટમાં આવતી હોય છે.ચાલુ વર્ષે પાંચ લાઇનવાળી ટુ ઈન વન પેન વધુ ડિમાન્ડમાં છે. આ પેન દ્વારા એક સાથે પાંચ લાઇન દોરી શકાશે. ઉપરાંત પેનની અન્ય બાજુથી એક લાઈન તેમજ રંગોળીમાં બનાવવામાં આવતા ટપકા બનાવી શકાય છે. આ સાથે કલર પુરવાની ડબ્બીની પણ ખુબજ માંગ છે.> મિતેશભાઇ ભેડા, કલરના વેપારી, જામનગર.

અન્ય સમાચારો પણ છે...