તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:જામનગરમાં 35 કિ.મિ.ની ઝડપે ફુંકાયો ઝંઝાવાતી પવન

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહતમ તાપમાન સ્થિર રહેતા તાપનો પ્રકોપ

જામનગરમાં સતત બીજા દિવસે મહતમ તાપમાન સ્થિર રહેતા બપોરના સુમારે આકરા તાપનો મુકામ યથાવત રહયો હતો.જોકે, દશથી ત્રીસ કિ.મિ.ની ઝડપે વેગીલો વાયરો ફુંકાયો હતો..જે એક તબકકે વધીને 35 કિ.મિ. સુધી પહોચી ગયો હતો. જેના પગલે બપોરે લૂ વર્ષાનો અહેસાસ રાહદારી અને વાહનચાલકોએ કર્યો હતો.

જામનગરમાં સતત બીજા દિવસે મહતમ તાપમાનનો પારો 35 ડિગ્રી પર સ્થિર રહયો હતો.જેના પગલે બપોરે બાર વાગ્યાથી સુર્યનારાયણે આગવો મિજાજ દર્શાવતા ચાર વાગ્યા સુધી આકરા તાપનો મુકામ રહયો હતો.બીજી બાજુ પ્રતિ કલાક સરેરાશ દશથી ત્રીસ કિ.મિ.ની ઝડપે પવન ફુંકાયો હતો જે એક તબકકે વધી 35 કિ.મિ. સુધી પહોચી ગયો હતો.જેના પગલે શહેરના માર્ગો પર ધુળની ડમરીઓ ઉડતા દુકાનદારોએ પણ હાલાકીનો અહેસાસ કર્યો હતો.

જામનગરમાં લઘુતમ તાપમાન પણ આંશિક ઉંચકાયુ હતુ અને પારો 23 ડીગ્રીને પાર કરી ગયો હતો.જયારે ભેજનુ પ્રમાણ 92 ટકાએ પહોચી જતા વહેલી સવારે ધુંધળુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ આકરા તાપથી જનજીવન પ્રભાવિત થયુ હતુ અને બપોરના સમયે તો રોડ-રસ્તા સૂમસામ બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો