ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ જામનગર ઉત્તર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. સોમવારે રીવાબાએ વાજતેગાજતે ફોર્મ ભર્યું હતું. આ નિમિત્તે મીડિયા સાથે વાત કરતી વખતે રવિન્દ્ર જાડેજાએ જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભારતીય ક્રિકેટ ટીમના તેમના સાથી સભ્યો પ્રચાર માટે આવશે? તો જવાબમાં જાડેજાએ કહ્યું કે રાજકીય મેચમાં રીવાબાએ ડેબ્યુ કર્યું છે. પ્રચાર માટે હું મિત્રોને ફોન કરીશ. રવીન્દ્ર જાડેજા સહિત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ અધ્યક્ષ આરસી ફળદુ હાજર રહ્યા હતા. જ્યાંથી રીવાબા જાહેજા અને જામનગર દક્ષિણના ઉમેદવાર દિવ્યેશ અકબરી બંને ઉમેદવાર વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે ગયા હતા.
રાહુલ 20-22મીએ ગુજરાતમાં
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે ત્યારે ભારત જોડો યાત્રામાં તા. 20,21 અને 22 નવેમ્બર દરમિયાન રજા છે. આ દિવસો દરમિયાન રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શકયતા કોંગ્રેસના ટોચના સુત્રોએ વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે,રાહુલ ગાંધી ગુજરાતમાં તા.20થી22 નવેમ્બર દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં અમરેલી અ્ને દક્ષિણ ગુજરાતમાં વાંસદા આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.