તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:પત્નીને ગર્ભ રહેતા પતિને કહ્યું બાળક નથી રાખવુ, સંયુક્ત કુટુંબને છોડવાની કકડાટમાં પતિએ મરવા માટે ઉંદર મારવાની દવા પીધી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની સાથેના અણબનાવ વચ્ચે રેલવે કર્મચારી યુવાન દ્વારા આપઘાતનો પ્રયાસ કરાયો

ખંભાળિયામાં યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા એક યુવાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી પત્ની સાથેના અણબનાવ વચ્ચે ગઈકાલે પોતાના ઘરે ઉંદર મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે.

દંપતી વચ્ચે થયેલી બોલાચાલી બાદ યુવતી માવતરે રહેવા ચાલી ગઈ

ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા અને તાલુકાના ભાતેલ ગામે રેલવે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા રાકેશસિંહ બકુજી ઝાલા નામના આશરે ત્રીસ વર્ષના યુવાનના લગ્ન ચારેક વર્ષ પૂર્વે થયા હતા. આ વચ્ચે ગઈકાલે રાકેશસિંહે પોતાના ઘરે ઉંદર મારવાની દવા પી લેતા તેમને સારવાર અર્થે અહીંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ રાકેશસિંહના લગ્ન આજથી ચારેક વર્ષ પૂર્વે થયા હતા. અને તેમના પત્ની હાલ બે માસના સગર્ભા છે તથા તેને બાળક રાખવું ન હતું. આટલું જ નહીં, તેણી સંયુક્ત કુટુંબમાં રહેવા ઈચ્છતી ન હોય અને તેણીને અલગ થવું હોય, આ બાબતે દંપતી વચ્ચે થયેલી બોલાચાલી બાદ યુવતી માવતરે રહેવા ચાલી ગઈ હતી.

પત્નીએ દવાખાને મેડિકલ ચેકઅપ માટે જવાની ના કહી

આમ, સગર્ભા પત્ની દવાખાને મેડિકલ ચેકઅપ માટે જવાની ના કહેતા અને તેણી માવતરે ચાલી જતા આ બાબતે મનમાં લાગી આવવાથી રાકેશસિંહ ઝાલાએ દવા પી લીધી હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...