તપાસ:પત્ની રિસામણે ચાલી જતા માઠું લાગતા યુવાને આયખું ટૂંકાવ્યું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલાવડના નિકાવા પંથકનો બનાવ,ઘરે શ્રમિકે ફાંસો ખાઇ ભર્યૂ પગલું

કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા એક શ્રમિક યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીઘુ હતુ.મૃતકના પત્ની એક માસથી રીસામણે ચાલ્યા ગયા હોય જેથી મનમાં લાવી આવતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા વિક્રમભાઈ પ્રેમજીભાઈ મકવાણા(ઉ.વ. 25) નામના યુવાને પોતાના ઘરે દોરડા વડે ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીઘુ હતુ. આ બનાવની મૃતકના પિતા પ્રેમજીભાઇ રવજીભાઇ મકવાણાએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.

પોલીસે મૃતકના પરીજનનુ નિવેદન નોંધ્યુ હતુ જેમાં તેના પત્ની છેલ્લા એક મહિનાથી રીસામણે ચાલ્યા ગયા હોય જેથી અવાર નવાર તેને આ બાબતનુ મનદુ:ખ થતુ હોય,મનમાં લાગી આવતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

જયારે ભીમરાણા ગામે રહેતા મેરૃભા માણેકભા માણેક નામના યુવાનના પત્ની સીમાબેન (ઉ.વ.19) મંગળવારે સવારથી ગુમસુમ રહેતા હોય, જે દરમિયાન સાંજે પોતાના ઘરમાં લાકડાના પીઢીયામાં રસ્સા વડે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી લીઘી હોવાનુ જાહેર થયુ છે.આ બનાવની દ્વારકા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતકના પતિ મેરૂભાનુ નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...