અકસ્માત:મેમાણા નજીક સસોઈ નદીમાં બાઈક ખાબકતા પત્નીનું મોત

જામનગર/લાલપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાત્રે મહિલાને પેટમાં દુ:ખાવો ઉપડતા સારવારઅર્થે જતા બનાવ
  • મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો, ચાલક સામે અકસ્માતનો ગુનો

લાલપુર તાલુકાના મેમાણા નજીક પરોઢીયે પત્નીની તબીયત બગડતા બાઇક પર તેણીને સારવાર માટે લાલપુર લઇ જતી વેળા સસોઇ નદીના પુલ પરથી ડબલસવારી બાઇક પાણીમાં ખાબકયુ હતુ.જે અકસ્માતમાં પત્નીનુ મૃત્યુ નિપજયુ હતુ. પોલીસે મૃતદેહને જામનગરમાં પોષ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જ્યારે ચાલક સામે ગુનો નોંધાયો છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ લાલપુરના મેમાણા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા નામના યુવાનના પત્ની હેતલબાની ગુરૂવારે વહેલી સવારે તબીયત બગડતા તેઓ બાઇક પાછળ તેના પત્નીને બેસાડી દવા લેવા માટે લાલપુર જવા માટે નિકળ્યા હતા.જે વેળા મેમાણા ગામની ભાગોળે સસોઇ નદીના પુલ પરથી પસાર થતુ આ ડબલ સવારી બાઇક પુલ પરથી પસાર થતા અકસ્માતે નદીના પાણીમાં ખાબકયુ હતુ. જેના પગલે બાઇક સહિત દંપતિ નદીના પાણી અંદર પટકાયુ હતુ.

જે અકસ્માતમાં હેતલબેનનુ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવના પગલે ધર્મેન્દ્રસિંહએ તેના ભાઇ, આજુબાજુના લોકોને જાણ કરતા ગામના આગેવાનો અને પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે જામનગર ખાતે ખસેડયો હતો. પોલીસે ફરિયાદના આધારે ચાલક સામે અકસ્માત મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...