આપઘાત:ફરવા જવા બાબતે માઠું લાગતા પત્નીનો આપઘાત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરીયા કોલેજ રોડ પર ખાખીનગર વિસ્તારનો બનાવ
  • પતિએ બે-ત્રણ દિવસ પછી જઈશુ એમ કહેતા લાગી આવ્યું

જામનગરના હરીયા કોલેજ રોડ પર ખાખીનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ઘરે ઝેરી ટીકડા ગળી લેતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.મૃતકને પતિ સાથે બહાર ફરવા જવુ હતુ અને પતિએ હાલ મારા પાસે સમય ન હોય આપણે બે-ત્રણ દિવસ પછી ફરવા જઇશુ તેમ કહેતા માઠુ લાગી આવતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના હરીયા કોલેજ રોડ પર ખાખીનગર વિસ્તારમાં રહેતા કાયનાઝબેન રીયાઝભાઇ સફીયા (ઉ.વ. 25) નામની પરિણીતાએ ગત તા.1ના રોજ બપોરે ઝેરી ટીકડા ગળી લેતા તેને તુરંત સારવાર માટે જી.જી.હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.જયાં સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

આ બનાવની મૃતકના પતિ રીયાઝભાઇ સફીયાએ જાણ કરતા સીટી સી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતકના પરીજનનુ નિવેદન નોંધ્યુ હતુ.જેમાં મૃતકને પતિ સાથે બહાર ફરવા જવુ હોય અને તેના પતિએ હાલ મારી પાસે સમય ના હોય,આપણે બે-ત્રણ દિવસ પછી ફરવા જઇશુ એમ કહેતા આ બાબતે લાગી આવતા આ પગલુ ભરી લીધુ હોવાનુ જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...