ઘરકંકાસ:પતિ સાથે ડુંગળી ભરવા બાબતે ઝઘડો થતા પત્નીનો આપઘાત

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાલાવડના ચાપરા પંથકમાં પરિણીતાએ ભર્યુ પગલુ

કાલાવડ તાલુકાના ચાપરા પંથકમાં રહેતી મુળ મધ્યપ્રદેશની વતની શ્રમિક પરિણીતાએ ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા ટુંકી સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.મૃતક ગુસ્સાવાળા સ્વભાવના હોવાથી તેને ડુંગળી ભરવા બાબતે પતિ સાથે ઝઘડો થતા મનમાં લાગી આવતા આ પગલુ ભરી લીધાનુ પોલીસમાં જાહેર થયુ છે.

ઝેરી દવા ગટગટાવી લેતા ટુંકી સારવાર દરમિયાન દમ તોડયો
કાલાવડ તાલુકાના ચાપરા ગામે રહેતી અને મજુરીકામ કરતી  મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના પડવલા ગામની વતની સીમાબેન રાજુભાઇ વસુનીયા (ઉ.વ. 20) નામની પરિણીતાએ ગત તા.27ના રોજ ઘરે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડાઇ હતી.જયાં ટુંકી સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની મૃતકના પતિ રાજુભાઇ કમલસિ઼ગભાઇ વસુનીયાએ જાણ કરતા પોલીસે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.પોલીસે મૃતકના પતિનુ નિવેદન નોંધ્યુ હતુ જેમાં મૃતક ગુસ્સાવાળા અને જીદ્દી સ્વભાવના હતા અને તેના પતિ સાથે ડુંગળી ભરવા બાબતે ઝઘડો થતા મનમાં ગુસ્સો આવતા આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે. આ બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષકે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...