પરીણીતાએ ઝેર પી જીંદગી ટુંકાવી:પતિની સ્ત્રી મિત્રનો ફોન આવતા બોલાચાલી બાદ પત્નીનો આપઘાત

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

લાલપુરના રક્કા ગામમાં રહેતા એક યુવાને પોતાની સ્ત્રી મિત્ર સાથેના સંબંધની પત્નીને વાત કર્યા પછી તે સંબંધ પૂરો થઈ ગયો હોવાનું કહ્યું હતું. તે દરમિયાન ગયા સોમવારે તે સ્ત્રીનો ફોન આવતા દંપતિ વચ્ચે બોલાચાલી થઈ હતી અને પત્નીએ ઝેરી પ્રવાહી પીધુ હતું. તેણીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

લાલપુરના રક્કા ગામમાં રહેતા જીજ્ઞાશાબેન રોહિતભાઈ રાંદલપરા નામના બાવીસ વર્ષના પરીણીતાએ ગયા સોમવારે કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. આ મહિલાનું સારવાર દરમિયાન રવિવારે હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની પતિ રોહિત રમેશભાઈ રાંદલપરાએ પોલીસને જાણ કરી છે. લાલપુરના જમાદાર જે.ડી. મેઘનાથીએ અપમૃત્યુની નોંધ કરી પતિનું નિવેદન નોંધ્યું છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ રોહિતભાઈને અગાઉ નઝમા નામની સ્ત્રી સાથે મિત્રતા હતી તેની જાણ રોહિતભાઈના પત્ની જીજ્ઞાશાબેનને પતિએ જ કરી હતી અને હવે નઝમા સાથે કોઈ સંબંધ નથી તેમ પણ જણાવ્યું હતું. તે પછી ગયા અઠવાડિયે નઝમાનો રોહિતના મોબાઈલમાં કોલ આવતા અને તે કોલ જીજ્ઞાશાબેને રિસિવ કરતા પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેનું માઠું લાગી આવતા જ્ઞાશાબેને ઝેરી પ્રવાહી પી લીધુ હતું. જેમાં તેનું મૃત્યુ થયું છે.

અન્ય સમાચારો પણ છે...