તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કુતરાને પથ્થર કેમ માર્યો ? યુવાનને ઢીકાપાટુ ફટકાર્યા, માથામાં પાઇપ ફટકારી હોવાની ફરિયાદ

જામનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

જામનગરમાં વામ્બે આવાસ વિસ્તારમાં રહેતા યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીંકાપાટુનો માર માર્યાની ફરીયાદ ત્રણ શખ્સ સામે નોંધાઇ છે.ભોગગ્રસ્તે કુતરાને પથ્થરનો ઘા મારતા તુ પથ્થરનો ઘા કેમ કરે છે એમ કહી ત્રણેયએ એકસંપ કરી હુમલો કર્યાનુ જાહેર થયુ છે. જામનગરમાં વામ્બે આવાસ રોડ પરના વિસ્તારમાં રહેતા કલ્પેશ મોહનભાઇ રાઠોડ નામના યુવાને પોતાના પર લોખંડના પાઇપ વડે હુમલો કરી માથામાં ઘા ઝીંકી ઢીંકાપાટુનો માર માર્યાની ફરીયાદ જીગ્નેશ સોમાભાઇ, સોમાભાઇ અને હરીશ સામે નોંધાવી છે.

આ હુમલામાં ઘવાયેલા યુવાનને તુરત સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત યુવાન તેના ઘરની આગળ બેઠો હતો ત્યારે કુતરૂ નિકળતા તેણે કુતરાને પથ્થરનો ઘા માર્યો હતો ત્યારે આરોપી જીગ્નેશએ ત્યાં ધસી આવી તુ પથ્થરનો ઘા કેમ કરે છે ? કહીને જતા રહયા બાદ અન્ય આરોપીઓને બોલાવી જીગ્નેશએ પાઇપ વડે તેમજ અન્ય બંનેએ ઢીંકાપાટુનો માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો