તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઠિયાઓએ વૃદ્ધાને લૂંટ્યા:જામનગરમાં આટલા બધા દાગીના પહેરીને કેમ નીકળ્યા છો, રૂમાલમાં રાખી દો કહી ગઠિયાઓ વૃદ્ધાના દાગીના લઇ ફરાર થયા

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેબતાઇ ગયેલા વૃદ્ધાએ પોતે પહેરેલા તમામ દાગીના એક રૂમાલમાં રાખી દીધા હતા

જામનગરના ખંભાળિયા નાકાથી પવનચક્કી તરફ જવાના રસ્તા પર વૃદ્ધા શાકભાજી લેવા ગયા હતા. જે દરમિયાન ત્રણ ગઠિયાઓ વૃદ્ધા પાસે આવ્યા હતા અને તેમને ભયમાં મુકીને 5થી 7 તોલા સોનાના દાગીના ઉતરાવી રફુચક્કર થઇ ગયા હતા. પોતાની સાથે લૂંટ થયાની જાણ થતાં વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધાની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય ગઠિયાઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મુળજી જેઠા પાર્કમાં રહેતા વૃદ્ધા પુષ્પાબેન કનખરા શાકભાજી લેઇને ઘરે પરત ફરી રહ્યાં હતા એ સમયે તેમના ઘરની નજીક ત્રણ શખ્સો મોઢા પર માસ્ક બાંધીને આવ્યા હતા અને વૃદ્ધાને ઉભા રાક્યા હતા. આટલા બધા દાગીના કેમ પહેર્યા છે. મનાઇ છે છતાં તમે આટલા દાગીના પહેરીને કેમ નીકળ્યા છો.

ગઠિયાઓએ આમ કહેતા વૃદ્ધા ગભરાઈ ગયા હતા. ત્રણેય શખ્સોએ દાગીના ઉતારી નાખો અને ચાલો અમારી સાથે કહેતા વૃદ્ધાએ શાકની થેલી ઘરે મૂકીને આવું તેમ કહ્યું હતું, પરંતુ આ ગઠિયાઓએ ઘરે જવાની ના પાડીને દાગીના ફટાફટ ઉથારી નાંખો તેમ કહેતા વૃદ્ધાએ હાથમાંથી સોનાની બંગડીઓ અને ગળામાંથી ચેન કાઢ્યા હતા.

ગઠિયાઓએ વૃદ્ધાને દાગીના રૂમાલમાં રાખી દો તેમ કહી એક શખ્સે રૂમાલ આગળ ધર્યો હતો. હેબતાઇ ગયેલા વૃદ્ધાએ દાગીના એ રૂમાલમાં રાખ્યા હતા. બાદમાં વૃદ્ધાને શાકની થેલી ઘરે મૂકી આવવા કહ્યું હતું. વૃદ્ધાએ દાગીના પણ આપી દો મૂકતી આવું તેમ કહ્યું હતું. ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના જેવા જ બીજા ખોટા દાગીના જે રૂમાલમાં રાખ્યા હતા તે આપી દીધા હતા.

ઘરે જઇને વૃદ્ધાને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં તેઓ પરત આવ્યા હતા પરંતુ એટલીવારમાં આ ત્રણેય ગઠિયા રફુચક્કર થઇ ગયા હતા. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય ગઠિયાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...