તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે આતુરતાનો અંત:જામ્યુકોના 860 કરોડના બજેટ પર કોનું આધિપત્ય? આજે ફેંસલો

જામનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
‘મહાનગર’ શબ્દમાં ખડી ગયેલા ‘લીટા’ની માફક ક્યો પક્ષ ખડી જશે ? - Divya Bhaskar
‘મહાનગર’ શબ્દમાં ખડી ગયેલા ‘લીટા’ની માફક ક્યો પક્ષ ખડી જશે ?
 • હરિયા કોલેજમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ, બપોર સુધીમાં ચિત્ર ઘણું ખરૂ સ્પષ્ટ થઇ જશે
 • 4 રાઉન્ડમાં 14 ટેબલ પર ગણતરી થશે: કોરોનાના કારણે દરેક વોર્ડની ગણતરી પૂર્ણ થયા બાદ તે વોર્ડના ઉમેદવારો અને એજન્ટોએ સેન્ટર છોડી દેવાનું રહેશે

જામનગર મહાનગરપાલિકાના 860 કરોડના બજેટ પર કોનું આધિપત્ય રહેશે તેનો મંગળવારે ફેંસલો થશે. કારણ કે, જામ્યુકોની ચૂંટણીની મતગણતરી શહેરની હરિયા કોલેજમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં 236 ઉમેદવારમાંથી કોણ મેદાન મારી જશે તથા મનપામાં કોનું શાસન આવશે તે સ્પષ્ટ થઇ જશે. 4 રાઉન્ડમાં 14 ટેબલ પર ગણતરી થશે. કોરોનાના કારણે દરેક વોર્ડની ગણતરી પૂર્ણ થયા બાદ તે વોર્ડના ઉમેદવારો અને એજન્ટોએ સેન્ટર છોડી દેવાનું રહેશે.

આ ટેબલ મતગણતરીના સાક્ષી બનશે
આ ટેબલ મતગણતરીના સાક્ષી બનશે

મતગણતરી સ્થળ પર ગ્રાઉન્ડ ફલોરમાં વોર્ડ નં.5 થી 8, પ્રથમ માળે વોર્ડ નં.1 થી 4 અને 9 થી 12 તથા બીજા માળે વોર્ડ નં.13 થી 16 માટે સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટીંગ હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતગણતરી હોલમાં કુલ 14 ટેબલ રાખવામાં આવ્યા છે. પ્રથમ રાઉન્ડમાં કુલ 14 મશીનની ગણતરી કરવામાં આવશે. જે સવારે 9 કલાકે શરૂ થશે. પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નં.1,5,9 અને 13, ત્યારપછી વોર્ડ નં.2,6,10 અને 14 તથા ત્યારબાદ અન્ય વોર્ડની ગણતરી કરાશે. દરેક વોર્ડની ગણતરી સમયે ફકત તેના ઉમેદવાર અને એજન્ટને પ્રવેશ અપાશે. કોરોનાના કારણે મતગણતરી સ્થળે હેન્ડ ગ્લોવ્ઝ, સેનેટાઇઝર, માસ્ક, થર્મલ ગન તેમજ અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટેની ચૂંટણી રવિવારે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગયા પછી હવે 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયું છે અને મંગળવારે મત ગણતરી બાદ કાેર્પોરેશન પર કાેનું વર્ચસ્વ સ્થપાશે એ ચિત્ર સ્પષ્ટ થઇ જશે. જામ્યુકોના મુખ્ય દરવાજા પર લગાવાયેલા સેવા સદનના બોર્ડમાં લખાયેલા ‘મહાનગર’ શબ્દનો ‘લીટો’ લટકીને ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં ખડી ગયો છે, મંગળવારની મત ગણતરી પછી આ ‘ખડી ગયેલા લીટા’ જેવી સ્થિતિ કયાં પક્ષની થશે ? એ વિશે રમૂજી ચર્ચાએ જોર પકડયું છે.

ચૂંટણીમાં 2,27,951 મતદારો મતદાન કરવા ગયાં જ નહીં
જામનગર મહાપાલિકાની ચૂંટણીમાં કુલ 488996 માંથી ફકત 261045 મતદારોએ મતદાન કર્યું હતું. આથી મહાનગરપાલિકાની ચૂંટણીમાં રવિવારે પુરૂષ અને સ્ત્રી મળી કુલ 2,27,951 મતદારો મતદાનથી અળગાં રહેતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જેમાં 107442 પુરૂષ અને 120519 સ્ત્રી મતદારનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં કુલ પુરૂષ મતદારો 25,0269 માંથી 14,2827 અને કુલ સ્ત્રી મતદારો 23,8737 માંથી 118218 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું.

કોરોના કારણે અધિકારી સહિત તમામને ઓળખપત્રમાં કલર કોડ અપાયા
જામનગરમાં કોરોના મહામારીના કારણે મતગણતરી સ્થળે ભીડ ન થાય તે માટે વોર્ડ વાઇઝ મતગણતરી કરાશે. આટલું જ નહીં દરેક ચૂંટણી અધિકારીને તેમના વોર્ડ આધારિત ઉમેદવારોનાં એજન્ટ તેમજ મતગણતરી સ્ટાફ માટેનાં ઓળખપત્રમાં કલર કોડ આપવામાં આવ્યા છે. તે મુજબના ઓળખપત્ર પહેરેલા એજન્ટો તેમજ સ્ટાફને મતગણતરી હોલમાં પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે.

ગણતરી કેન્દ્ર પર સરકારી અને પોલીસ સહિત કુલ 879 કર્મચારી ફરજ બજાવશે
મતગણતરી કેન્દ્ર પર મતગણતરી હોલ ઇન્ચાર્જ, મતગણતરીદાર, મદદનીશ મતગણતરીદાર, અન્ય સહાયક કર્મચારી મળી કુલ 450 સરકારી કર્મીઓ તથા ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત કુલ 429 પોલીસકર્મીઓ ફરજ બજાવશે. મતગણતરી હોલમાં મોબાઇલ સહિતના ઇલેકટ્રોનીક ગેઝેટના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો