તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુમાન:જામનગર મનપામાં ગત ચૂંટણીની સરખામણીએ ઓછા થયેલા મતદાનથી કોને ફાયદો, કોને નુકસાન?

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના ગઢ સમાન વોર્ડમાં પણ ઓછુ મતદાન
 • બુકી બજારમાં ભાજપને 64માંથી 44 બેઠકનું અનુમાન

જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠક પર ચૂંટણી પૂર્ણ થતા ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. રાજયમાં સૌથી વધુ મતદાન જામનગર મહાનગરપાલિકામાં નોંધાયું છે. પરંતુ, 2015ની સરખામણીમાં જામનગર મનપામાં મતદાન ઘટ્યું છે. મતદાનમાં ઘટાડો થતા કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે તેને લઈ હાલ અનુમાન લગાવવામા આવી રહ્યા છે.

ઓછા મતદાન બાદ પણ ભાજપ ફેવરિટ

જામનગર મનપાની ચૂંટણીમાં ભલે 2015ની સરખામણીમાં મતદાન ઘટ્યું હોય. પણ બુકી બજારમાં ઘટેલા મતદાનથી ભાજપને કોઈ ખાસ નુકસાન ના થતું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જામનગરમાં મતદાન બાદ સટ્ટા બજારમાં ભાવમાં પણ વધ ઘટ થઇ છે. ચુંટણી પહેલા બુકીઓએ જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં 40 થી 42 બેઠક ભાજપની મળશે તેવુ અનુમાન લગાવેલ હતું. જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં મતદાન બાદ બુકીઓએ હવે ભાજપને 44 સીટો આવશે તેવુ અનુમાન દર્શાવી રહ્યા છે. બુકી બજારમાં ભાજપની સાત પેનલોનો ભાવ બોલાઇ રહ્યો છે. ભાજપનો ભાવ સતત નીચે આવતા ભાજપની જીત નિશ્ર્ચિત હોવાના ગણિત મંડાઇ રહ્યા છે.

ઓછા મતદાન પાછળ જવાબદાર કારણો

જામનગર મનપામાં ઓછા મતદાન માટે મોંઘવારી, આયાતી ઉમેદવારો, સિનિયરોની ટિકિટ કપાતા નિષ્ક્રિય બની જવું, મતદાન કરવા જતા કોરોનાના ડર જેવા કારણોને જવાબદાર માનવામા આવી રહ્યા છે.

ભાજપના ગઢ સમાન વોર્ડમાં પણ ઓછું મતદાન

જામનગર મહાનગરપાલિકામાં ચૂંટણી પૂર્વે ભાજપ તરફથી પ્રચંડ પ્રચાર કરાયો. પણ મતદાનના દિવસે આ પ્રચારની ખાસ અસર જોવા ના મળી. ભાજપના ગઢ સમાન વોર્ડ નંબર 3,5,6,7,8,9,10,13 અને 14માં જ ઓછુ મતદાન નોંધાયું. અનેક વોર્ડમાં સ્થાનિકના બદલે બહારના ઉમેદવારને ટિકિટ અપાઈ હોય પેઈજ પ્રમુખ અને પેઈજ સમિતિ પણ મતદાન કરાવવા માટે જેટલી સક્રિય રહેવું જોઈએ તેટલી સક્રિય રહી ના હતી.જેની અસર મતદાન પર જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો