કાર્યવાહી:નાઘેડી પાસે પિસ્તોલ લઈને રખડતો’તો, ક્રાઈમ બ્રાંચની ટીમે આબાદ દબોચી લીધો

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • સિક્કાના રહીશ પાસેથી પિસ્તોલ અને 2 જીવતા કાર્ટીસ જપ્ત
  • ઉત્તરપ્રદેશના આગ્રામાં રહેતાં શખસ પાસેથી ખરીદી કરી’તી

જામનગર નજીકના ખંભાળિયા રોડ પર આવેલા નાઘેડી ગામના પાટિયા પાસેથી એલસીબી પોલીસે સિક્કા ગામના એક શખ્સને પરવાના વગરની પિસ્તોલ અને બે જીવંત કાર્તીસ સાથે પકડી પાડ્યો છે. સિક્કાના આ શખ્સે ઉત્તરપ્રદેશના આગ્રાથી હથિયાર ખરીદ્યું હોવાની કબુલાત આપી છે.

જામનગર નજીકના ખંભાળિયા રોડ પર આવેલા નાઘેડી ગામના પાટિયા પાસે સિક્કા સામે રહેતો અજયગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી પરવાના વગરના હથિયાર સાથે આંટાફેરા કરતો હોવાની એલસીબીના ફિરોઝ દલ અને વનરાજ મકવાણાને હકીકત મળી હતી. આ હકીકતના આધારે પીએસઆઇ આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી, કે.કે.ગોહિલ સહિતના સ્ટાફે નાઘેડી ગામના પાટિયા પાસે પહોંચી સિક્કાના શખસને આંતરી લીધો હતો.

તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા.25,000 ની કિંમતની લાયસન્સ વગરની એક પિસ્તોલ મળી આવી હતી. આ ઉપરાંત બે જીવંત કાર્તીસ પણ મળી આવ્યા હતાં. જેને લઇને એલસીબીએ આરોપીની અટકાયત કરી ફોજદારી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ હથિયાર ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે રહેતાં વિરસિંગ નામના શખ્સ પાસેથી ખરીદી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઉત્તરપ્રદેશના આ શખસને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...