રજૂઆત:‘જામનગરમાં કલાકારોને કલા રજૂ કરવી કયાં ? શહેરમાં તો આર્ટગેલેરી જ નથી’

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાનગર નેચર કલબ દ્વારા કમિશ્નરને આવેદન પત્ર પાઠવાયું
  • કલાનો વ્યાપ ​​​​​​​વધ્યો છે ત્યારે વારસો જાળવવા તાકીદે આર્ટ ગેલેરી શરૂ કરવા માંગણી

જામનગરમાં કલાકારોને કલા રજૂ કરવા માટે જરૂરી આર્ટગેલરી ન હોય કાલાવારસો જાળવવા તાકીદે આર્ટ ગેલેરી શરૂ કરવા નવાનગર નેચર કલબે કમિશ્નરને આવેદન પત્ર પાઠવ્યું હતું. નવાનગર નેચર કલબે સોમવારે મનપાના કમિશ્નરને પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર શહેરના વિકાસની સાથે કલાનો વ્યાપ પણ વધ્યો છે.

સંગીત, નૃત્ય સહિતની કલામાં જામનગરના કલાકારોએ દેશવ્યાપી ઓળખ ઉભી કરી છે. ખાસ કરીને પેઇન્ટીંગ, શિલ્પ અને ફોટોગ્રાફીના ક્ષેત્રમાં જામનગરને સ્થાન મળે તે માટે એક આર્ટ ગેલેરી શરૂ કરવાની છેલ્લાં ઘણાં સમયથી જરૂર છે. વળી, કલાના માધ્યમને પ્રોત્સાહીત કરવા એક મહત્વના પ્લેટફોર્મની જરૂર છે.

જેમાં કલાકાર પોતાની કલા અને ભારતીય સંસ્કૃતિનો કલાવારસો પ્રસ્તુત કરી શકે. સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં આર્ટગેલેરી છે. પરંતુ જામનગરમાં નથી. વળી, જામગનરમાં આર્ટ ગેલેરી માટે જગ્યાની પણ કમી નથી. આથી તાકીદે આર્ટગેલેરી શરૂ કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...