ગ્રામજનોના કટાક્ષ:પક્ષને ઉમેદવાર ખૂટે ત્યારે પૈસા આપી ખરીદી લે છે

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યાઓ તો છે આમ છતાં ઉમેદવારો અને પક્ષો વાતો અને વાયદાકરી રહ્યા છે પણચૂંટણી પછી કામ તો દૂરની વાત ઉમેદવારો દેખાતા પણ નથી

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં શિયાળાના આગમન સાથે ફુલગુલાબી ઠંડીના માહોલ વચ્ચે ચુંટણીલક્ષી માહોલ હવે ધીરે ધીરે ગરમાય રહયો છે . હજુય કોઇક સ્થળે સુશુપ્ત માહોલ પણ રહયો છે . ચૂંટણીને પગલે વાયદાઓની ભરમાર મુદ્દે પણ અમુક લોકો કટાક્ષ સાથે વ્યંગ્યબાણ પણ વ્યકત કરી રહ્યા છે. ભાસ્કર ટીમ રોજે રોજે આ પ્રમાણે ગ્રાઉન્ડ રીપોર્ટ આપી હાલાર પંથકના વિવિધ ગામડાઓમાં થતી ગતિવિધિઓની હલચલથી આપને ઘેરબેઠા વાકેફ કરશે.

શામળાસર (દ્વારકા ) : ચૂંટણી આવે ત્યારે જ ઉમેદવાર દેખાય
શામળાસર | દ્વારકા તાલુકાના 1400 ની વસ્તી ધરાવતા શામળા સર ગામમાં ચૂંટણીને લઈને ગામનો માહોલ ઠંડો છે . અહીં લોકોને ચૂંટણીમાં બહુ ખાસ રસ નથી પરંતુ લોકો જ્યારે ભેગા થાય ત્યારે એવા કટાક્ષ કરતા હોય કે ચૂંટણી આવે ત્યારે ઉમેદવાર દેખાય છે બાકી ઉમેદવાર કોઈને ઓળખતું નથી કે કોઈ ઉમેદવાર નથી ઓળખા ગામમાં આવે તો લોકો ઓળખે તેવો કટાક્ષ ગ્રામજનો કરી રહ્યા છે.

રામપર ( તા . ખંભાળિયા : સરપંચની ચૂંટણી જેટલી ચર્ચા પણ થતી નથી
રામનગર | ખંભાળિયા તાલુકાના 5,000 ની વસ્તી ધરાવતા રામનગર ગામમાં ચૂંટણીને લઈને તરેહ - તરેહની ચર્ચા થઈ રહી છે . આ ઉપરાંત રાજકારણીઓ વાયદા કરવામાં માહિર છે પરંતુ ચૂંટણી પછી કોઇ દેખાતું નથી તો વાયદા પૂરા કેમ કરે તેવી ચર્ચા ગ્રામજનો કરી રહ્યા છે . સરપંચની ચૂંટણીમાં જેટલી ચર્ચાઓ થાય છે તેટલી ધારાસભ્યની ચૂંટણીની ગામમાં થતી નથી .

શિવા ( તા. ભાણવડ) : વાત તો બધા ઉમેદવાર કરે છે પછી ફરી જાય છે
શિવા | ભાણવડ ના 2600 ની વસ્તી ધરાવતા શીવા માં 1700 જેટલા મતદારો છે . અહીં ચૂંટણીને લઈને લોકો ઉપર છેલ્લી વાતો કરે છે . આ ઉપરાંત વાયદા તો બધા ઉમેદવારો કરે છે . પરંતુ ચૂંટાયા પછી ફરી જાય છે તેવો કટાક્ષ ગ્રામજનો કરી રહ્યા છે . લોકો અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે પરંતુ એક મુદ્દો મનમાં આવ્યો તે નક્કી કર્યા પછી પણ યોગ્ય લાગે તો મત આપવો તેવી ગપસપ કરી રહ્યા છે .

ગઢકા ( તા . કલ્યાણપુર) : વાયદા તો બધા કરે પણ કામ કરે ત્યારે સાચા
ગઢકા | કલ્યાણપુર તાલુકાના 10,000 ની વસ્તી ધરાવતા ગઢકા ગામમાં ચૂંટણીને લઈને રસપ્રદ માહોલ જામ્યો છે . અહીં લોકો પક્ષ તેમજ ઉમેદવારોને લઈને તર્ક વિતર્ક કરી રહ્યા છે . વળી વાતો અને વાયદા તો બધાય કરે કામ કરે ત્યારે સાચા , પક્ષને ઉમેદવાર ઘટે ત્યારે પૈસા આપીને ઉમેદવારને ખરીદી લે છે અને વાયદા બાદ કામ કરે તે ઉમેદવાર સાચા તેવા કટાક્ષ ગ્રામજનો કરી રહ્યા છે .

મેવાસા ( તા. કલ્યાણુર) : જ્ઞાતિ અને ઉમેદવારને જોઈને મતદાનની ચર્ચા
મેવાસા | કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં ગ્રામજનો ઉમેદવાર અને જ્ઞાતિના સમીકરણ આધારિત મતદાન કરે છે . આ ગામમાં 2465 મતદારો છે . વાતો કરવામાં બધા માહિર છે બાકી કામ કોઈ કરતા નથી આવા અનેક કટાક્ષ ચૂંટણી જાહેર થતા જ લોકો પક્ષ અને ઉમેદવારને લઈને કરી રહ્યા છે . વળી , ચૂંટણીને લઇને ગામમાં રાજકીય માહોલ જામ્યો છે . જો કે , હજુ ખાટલા બેઠકના દૌર શરૂ થયા નથી .

ટોબર (તા. દ્વારકા ) : ઠીક ઠીક ચર્ચા, મત કોને આપવો તે નક્કી
ટોબર | દ્વારકા તાલુકાના 200 ની વસ્તી ધરાવતા ટોબર ગામમાં 130 મતદારો છે . લોકો ચૂંટણીને લઈને ઠીક ઠીક માહોલ છે . લોકો અલગ અલગ મુદ્દા ને લઈને ચર્ચા તો કરી રહ્યા છે પરંતુ તેઓએ કોને મતદાન કરવું તે પહેલેથી જ નક્કી કરી લીધું છે અને પરસ્પર ચર્ચા કરી રહ્યા છે કે તમને બીજા કોઈ પર ભરોસો જ નથી. જો કે, ગામમાં ચૂંટણીને લઈને અન્ય કોઈ મુદ્દાની ચ ર્ચા ગ્રામજનોમાં થતી નથી.

બેહ ( ખંભાળિયા ) : સમસ્યા છે પણ વિકાસ કરે તેને મતની ગપસપ
બેહ | ખંભાળિયા તાલુકાના 3700 ની વસ્તી ધરાવતા બેહ ગામમાં ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે . દર વર્ષે આ ગામમાં 60 થી 70 ટકા મતદાન થાય છે . ત્યારે આ વર્ષે 80 થી 90 ટકા મતદાન થાય તે માટે ગ્રામજનો એકબીજાને મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે . ગામમાં સમસ્યાઓ તો છે પરંતુ જે રાજકીય પક્ષ અને ઉમેદવારો વિકાસ કરશે તેને મત આપીશું તેવી ચર્ચા ગ્રામજનો કરી રહ્યા છે.

પસાયા (તા. જામનગર ) : રોડ, બસની સમસ્યા છે છતાં વાયદાની લ્હાણી
જામનગર તાલુકાના પસાયા ગામે 2000 ની વસતીમાં 1250 મતદારો છે . વિધાનસભાની ચૂંટણી જાહેર થવા છતાં ખેતીકામની વ્યસ્ત હોય ગામમાં રાજકીય માહોલ નથી . ગામમાં ખાટલા બેઠક થતી નથી . કારણ કે , ગામને જોડતા તથા અન્ય રોડના તેમજ વિધાર્થીઓને જવા માટે એસ . ટી બસની સમસ્યા ઘણી જૂની છે . જે અણઉકેલ છતાં ઉમેદવારો નવા નવા વાયદાઓની લ્હાણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...