તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપોઝ:જામનગરના ડોક્ટરે કબૂલ્યું કે, ‘ટેન્કરમાંથી ઓક્સિજન ટેન્કમાં ઠલવાય છે ત્યારે પ્રેશર ઓછું થાય એને કટ ઓફ કહેવાય, આવા સમયે દર્દી ટપોટપ મરે છે!’

જામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
જી જી હોસ્પિટલની ફાઇલ તસવીર - Divya Bhaskar
જી જી હોસ્પિટલની ફાઇલ તસવીર
 • કોવિડ હોસ્પિટલમાં કેમ ઉપરાછાપરી મરી રહ્યા છે દર્દીઓ?
 • રોજેરોજ મોતનું તાંડવ નજર સમક્ષ જોનારા તબીબે પોતાની કારકિર્દીના જોખમે શબ્દો ચોર્યા વિના આ વાતો પણ કરી

‘ઓક્સિજન ટેન્કરમાંથી ટેન્કમાં ટ્રાન્સફર થઇ રહ્યું હોય ત્યારે પ્રેશર ઓછું થઇ જતાં દર્દીઓને પર્યાપ્ત ઓક્સિજન મળતો નથી, અને મેડિકલની ભાષામાં કટ ઓફ કહેવાય. કટ ઓફ વખતે દર્દી બ્રેઇન ડેડ થાય અથવા કાર્ડિયાક એરેસ્ટ આવે અને દર્દીના મૃત્યુ થાય છે. પરિણામે, આવા સમયે આઇસીયુમાં દોડાદોડી વધી જાય છે. કટ ઓફ સમયે બાયપેપના કેટલા દર્દીઓ વેન્ટિલેટર પર ગયા એનો આંકડો પણ ચોંકાવનારો હશે. આવુ એટલા માટે થાય છે કારણ કે, સિસ્ટમ ફેઇલ છે અને સિસ્ટમ સરકારના વાંકે ફેઇલ છે એટલે સરકાર હત્યારી છે એવું પણ કહી શકાય.’ આ શબ્દો છે એક વ્યથિત તબીબના, જે પોતાની નજર સામે મોતનું તાંડવ જોઇ રહ્યા છે પણ, કશું કરી શકતા નથી. જામનગરનથી જી.જી. હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલનું પડદા પાછળનું સત્ય બહાર આવે એ માટે આ તબીબે ભાસ્કનો સંપર્ક કર્યો અને એ તમામ મુદ્દાઓ પર વાત કરી, જે મોતના નગ્ન નાચ માટે જવાબદાર છે.

​​​​​​​હોસ્પિટલની ભૌગોલિક સ્થિતિ અને કર્મચારીની વ્યવસ્થા
કોવિડ હોસ્પિટલમાં પહેલા, બીજા અને ત્રીજા ફ્લોર પર વેન્ટિલેટર અને બાયપેપ સહિતની વ્યવસ્થા છે પણ, આ ત્રણેય ફ્લોર જનરલ વોર્ડ તરીકે ઉપયોગમાં લેવાય છે. આઈસીયુ ચોથા માળથી શરૂ થાય છે અને ક્રિટિકલ કેસીઝને આઈસીયુમાં રાખવામાં આવે છે. દરેક આઈસીયુમાં 6 - 6ની 4 હરોળ (24 બેડ) છે. એક રૂમ ડોકટરનો હોય છે. (જો કે, અત્યારે તો એમાં પણ બેડ ગોઠવી દેવામાં આવ્યા છે.) 24 દર્દીઓ વચ્ચે 2 રેસિડેન્ટ ડોકટર હોય છે. જેમાં 1 એનેસ્થેસીયા અને 1 મેડિસિનનો સમાવેશ થાય છે. એક મેલ અને એક ફીમેલ મળીને બે એટેન્ડન્ટ્સ હોય છે, જે સવારે 6થી 2, બપોરે 2થી 10 અને રાત્રે 10થી સવારે 6 એમ ત્રણ શિફ્ટમાં કામ કરે છે. આ ઉપરાંત, નર્સીંગ સ્ટાફના 2 કર્મચારી હોય છે.

કોણ ક્યાં હોય અને કોનું કામ શું હોય છે?
કોવિડ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ થનારા દર્દી સ્વાભાવિક રીતે ગંભીર જ હોવાના. એમને કોઇ કામ હોય ત્યારે ઘણીવાર યોગ્ય મદદ ન મળે એવું પણ બને છે. કારણ કે, એમણે માસ્ક પહેર્યું હોય છે અને બધા મશીન એકસાથે ચાલું હોવાથી અવાજ પણ આવતો રહે છે એટલે ધીમું બોલે તો સમજી પણ ન શકાય. આથી, દર્દીને કાંઈ કામ હોય તો એ પલ્સ ઑક્સિમિટર બેડ સાથે ભટકાડીને અવાજ કરે અથવા હાથ ઉંચો કરે છે. જો કે, નર્સીંગ સ્ટાફ 24 દર્દીઓ વચ્ચે માત્ર બે જ હોય એટલે એ ક્યાં - ક્યાં પહોંચી શકે અને એટેન્ડન્ટ્સ નબળા પડે છે, એમને ખબર જ નથી હોતી કે, કામ કેમ કરવું ? નથી એમણે કોઈ ટ્રેનિંગ લીધેલી હોતી કે નથી એ ભણેલા હોતા. ઈમરજન્સીમાં હેન્ડલ શું કરવું એ જ એને ખબર હોતી નથી.

આઈસીયુમાં રહેલા દર્દી અને ગંભીરતાની પરિભાષા
જેને 3 લીટરથી ઓછા ઓક્સિજનની જરૂર હોય તેને સ્ટેબલ પેશન્ટ કહેવાય, 3થી 15 લીટરની જરૂરિયાતવાળા દર્દીઓને એનઆરબીએએમ માસ્ક પર રાખવામાં આવે છે અને 15 લીટરથી વધુ ઓક્સિજન જોઈતો હોય એને બાયપેપ પર રખાય છે, જે ફેફસામાં ઓક્સિજન લેવામાં મદદ કરે. જે દર્દીઓને શ્વાસ લેવા અને છોડવા બંનેની તકલીફ હોય એને સી - પેપ પર રાખીએ છીએ. સી - પેપ પછીનું સ્ટેજ વેન્ટીલેટરનું આવે, આ સૌથી ગંભીર સ્થિતિ ગણાય.

ઓક્સિજન કટ ઓફ સમયે ડોક્ટર કાંઈ કરી શકતા નથી
ટેન્કરમાંથી ટેન્કમાં ઓક્સિજન ભરાય અને ત્યાં બરફના આકારે સંગ્રહિત થાય, ત્યાંથી વરાળ દ્વારા પાઈપ વાટે પેશન્ટને મળે. ટેન્ક ભરાવાના સમયે પ્રેશર ઓછુ થતા મુશ્કેલી ઉભી થાય છે. પ્રતિ મિનિટ 60 લીટર સુધી બાયપેપ પર સર્વાઈવ કરતું હોય એમાં પણ ઘટ આવે છે.બાયપેપના દર્દીઓ વેન્ટીલેટર પર જતા રહે છે અને કટ ઓફના કારણે મરી જાય છે. આ બાબત તમામ તબીબો જાણે છે અને સમજે પણ છે. 22મીએ એક અગ્રણી ઉદ્યોગપતિના પુત્રનું પણ કટ ઓફના કારણે જ મોત થઈ ગયું હતુ.

હાલમાં 1800થી વધુ દર્દી ઓક્સિજન પર ! કટ ઓફ 15 થી 20 મિનિટ ચાલે
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં હાલમાં 1800થી પણ વધુ દર્દીઓ ઓક્સિજન પર હાેવાનું સૂત્રોએ જણાવ્યું છે. જી.જી. હોસ્પિટલમાં ઓક્સિજનનો મોટો પ્લાન્ટ હોવાથી અને દર્દીઓનું ભારણ પણ અહીં જ વધુ હોવાથી કટ ઓફની સમસ્યા અહીં સર્જાય છે. ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ ન હોવાથી ત્યાં એવું થતું નથી. એક ખાનગી તબીબના જણાવ્યા અનુસાર, જયાં સુધી ઓક્સિજનનું પ્રેસર મેન્ટેઇન ન થાય ત્યાં સુધી કટ ઓફ ગણાય. સામાન્ય રીતે તેનું ડ્યુરેશન નકકી ન હોય પણ અંદાજીત 15 થી 20 મિનિટ ગણી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો