હુમલો:સગાઈ તૂટી જતાં યુવતીના બનેવી પર શખસે કર્યો હુમલો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિશ્વકર્મા વાડીમાં ચાલતા યજ્ઞ કરી રહેલા શખસને બીજા શખસે લમધાર્યો: બંને બનાવમાં પોલીસ ફરિયાદ

જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા એક શખસની સગાઈ તૂટી જતાં તેણે આ યુવતીના બનેવીના કારણે સગાઈ તૂટયાનું માની બનેવી પર પાઈપથી હુમલો કર્યો હતો. જ્યારે વિશ્વકર્મા વાડીમાં ચાલતા હવનમાં એક શખસે બીજા જ્ઞાતિજન પર હુમલો કરી માર માર્યો હતો. જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા બાલનાથ મહાદેવ મંદિર પાછળ વાડી વિસ્તારમાં રહેતા રજનીકાંત મહેશભાઈ ખાણધર નામના યુવાનના સાળીની સગાઈ અજય કાનાભાઈ ખાણધર સાથે અગાઉ થઈ હતી.

ત્યારપછી કોઈ કારણથી આ સગાઈ તૂટી જતાં અજય ગુસ્સે ભરાયો હતો. તેણે રજનીકાંતે સગાઈ તોડાવી હોવાની આશંકા રાખી ગઈકાલે સવારે રજનીકાંતને આંતરી લઈ પાઈપ વડે હુમલો કરી ગાળો ભાંડી હતી. માથા તથા હાથમાં ઈજા પામેલા રજનીકાંતને સારવારમાં ખસેડવામાં આવ્યા છે જ્યાંથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના પંચેશ્વર ટાવર પાસેની ગલીમાં આવેલા વિશ્વકર્મા મંંદિરમાં શુક્રવારે યોજાયેલા હવનમાં હીરજી મિસ્ત્રી રોડ પર રહેતા દયાળજીભાઈ મોહનભાઈ ભારદીયા હાજર હતા.

ત્યારે તેઓએ ત્યાં જ હવનમાં રહેલા દિલીપભાઈ ગોવિંદભાઈ ગોરેચાને તમે આ કામ સારૃ કર્યું તેમ કહેતાં દિલીપભાઈ ઉશ્કેરાયા હતાં. તેઓએ ગુસ્સાના આવેગમાં દયાળજીભાઈને ગાળો ભાંડી હુમલો કર્યો હતો. તેઓએ પેટમાં મુક્કા મારી આંગળીઓ મચકોડી નાખી હતી. આ બાબતની સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી આરોપી દિલીપ ગોરેચાની ધરપકડ માટે તજવીજ કરી છે. બંને બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓની અટકની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...