કૉંગ્રેસના ધારાસભ્યની ચીમકી:રાહુલ ગાંધી ED સમક્ષ રજૂ થશે ત્યારે અમદાવાદમાં ED કચેરીનો ઘેરાવ કરીશું

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૉંગ્રેસ મુક્ત ભારતની વાત કરનારી ભાજપ કૉંગ્રેસ યુક્ત થઈ ગઈ- વિક્રમ માડમ

ખંભાળિયાના કૉંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમે આજે જામનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધી જ્યારે ED સમક્ષ હાજર થાય ત્યારે અમદાવાદ ED કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે, વિકાસની વાતો કરતી ભાજપને ચૂંટણી જીતવા માટે કૉંગ્રેસના ધારાસભ્યો લઈ જવા પડે છે.

દેશભરની ED કચેરીનો ઘેરાવ કરાશે- વિક્રમ માડમવિક્રમ માડમે કહ્યું હતું કે, રાહુલ ગાંધી જ્યારે ED સમક્ષ હાજર થશે ત્યારે દેશભરની ED કચેરીની ઘેરાવ કરાશે. ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલી ED કચેરીનો ઘેરાવ કરાશે.તેમણે કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ પાસે ફક્ત જાનૈયાઓ જ છે એટલે વરરાજા કૉંગ્રેસમાંથી લઈ જવા પડે છે.

વિરોધી પાર્ટીઓને EDથી દબાવવાનો પ્રયાસ થાય છે- વિક્રમ માડમમાડમે કહ્યું હતું કે, કૉંગ્રેસ સહિત વિપક્ષમાં જે પક્ષો છે તેને ડરાવવા માટે EDનો ઉપયોગ કરવામાં આવે છે. ભાજપમાં જેટલી તાકાત હોય એટલી અજમાવી લે,અમને હરાવી નહીં શકે અને દબાવી પણ નહીં શકે.

જ્યારે રાહુલ ગાંધી ઇડી સમક્ષ રજૂ થવાના છે ત્યારે દેશ માં પેલો બનાવો બને છે કે આખા દેશની ઇડી કચેરીઓ જ્યાં જ્યાં છે. એનો ઘેરાવ કરશે કોંગ્રેસ એટલા માટે જ્યાં હોય ત્યાં ઇડીનો ઉપયોગ કરી અને કોંગ્રેસ હોય કે બીજી ભાજપની વિરોધી પાર્ટીઓ ને દબાવવા માટે પ્રયત્ન કરે છે.આજે સરદાર પટેલની જ યાત્રા નીકળવાની હતી તે સરદાર પટેલ સ્ટેડિયમ પોતાના નામે કરી લીધું મોદી સાહેબે આજ દિવસ સુધી કોઇ જીવતા માણસ એ સિવાય કે જે સરમુખત્યારો છે વિશ્વના એને આ ધંધો કર્યો છે લોકશાહી લોકશાહી દેશમાં કોઈ આવો ધંધો કર્યો નથી જીવતા પોતાના નામે કોઈના નામે કરી લીધી હોય જ્યારે પટેલ સમાજે સરદાર યાત્રા કાઢી હતી ત્યારે આજે તેમની પણ ધરપકડ કરી લીધી છે કાલે અમે લોકો આજે રાત્રે 12 વાગ્યા પછી અમદાવાદ નીકળવાના છીએ અને અમારી પણ ધરપકડ કરશે એ અમને ખબર છે શા માટે અવાજ દબાવો છો લોકોનો એનો અવાજ તો રજૂ કરવા દયો. આ હિટલરશાહી શાસન થઈ ગયું છે લોકશાહી શાસન જ ખતમ થઈ ગયું છે જ્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કે દેશમાં રહેશે ત્યાં સુધી હિટલરશાહી શાસન જે સ્થાપવાનો પ્રયત્ન એમનો છે. એમનો વિરોધ કરવા માટે આવતીકાલે અમદાવાદ ખાતે કોંગ્રેસના તમામ કાર્યકરો જાશ અને આનો જોરદાર મુકાબલો કરવામાં આવશે ભાજપ કોઇ સંજોગોની અંદર જનતા પાર્ટીને તાકાત હોય તેટલી અજમાવીએ અમને હરાવી ને પણ નહીં શકે અને અમને દબાવી પણ નહીં શકે. ક્ષણિક કોઈ સફળ થઈ જાય કે ચૂંટણી જીતી જાય એને લોકશાહી ઢબે તમે વિજેતા કહી શકો પણ લોકોના હદયમાં એમનું સ્થાન છે તેને કહી શકો એ વિશ્વસનીયતા નું પ્રમાણપત્ર નથી જીત તો ઘણા લોકો ઘણી રીતે કોઈ પૈસા દઈને કોઈ ઘાલ મેળ કરીને કોઈ દાદાગીરી કરીને ચૂંટણીઓ જીતે છે માફિયાઓ અને હૃદય સમ્રાટો કહેવામાં નથી આવતા હૃદયસમ્રાટ રહ્યો હોય તે બીજા માટે કાંઈ આપી દે બીજાનું જટિલ એ પણ સરદાર પટેલ ના નામો અને જટીલે એ આવા લોકો ક્યારેય પણ હદય સમ્રાટ ન હોઈ શકે કેવો કોંગ્રેસ નેતા અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...